ગોરખપુર ઘટના પર નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ કહ્યું- આ દુર્ઘટના નથી પણ હત્યા છે
જો કે, ગોરખપુરની મેડિકલ કોલેજમાં 30 બાળકોના પીડાદાયક મોતે અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે. મૃત્યુ પામનાર બાળકોમાં નવજાત શિશુ પણ હતા. છેલ્લા 36 થી 48 કલાક વચ્ચે આ મોતનું કારણ અધિકારિક રીતે ભલે જણાવવામાં નથી આવી રહ્યું પણ કહેવાય રહ્યું છે કે તેની પાછળ ઓક્સિજનની કમીનું કારણ છે. જો કે યૂપી સરકારનું પણ કહેવું છે કે આ ઓક્સિજનના કારણે મોત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ગોરખપુરના બીઆરડી હૉસ્પિટલમાં 30 બાળકોના મોતને લઇને નોબેલ પુસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ ટ્વિટર પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, વગર ઓક્સિજનના 30 બાળોકોના મોત એ દુર્ઘટના નથી પણ હત્યા છે. શું આપણા બાળકો માટે આઝાદીના 70 વર્ષનો આ મતલબ છે.
કૈલાસ સત્યાર્થીએ બીજી એક ટ્વિટમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદીત્યનાથને અપીલ કરતા લખ્યું કે, તમારો એક નિર્ણાયક હસ્તક્ષેપ દાયકાઓથી ચાલી રહેલી ભ્રષ્ટ સ્વાથ્ય વ્યવસ્થાને સારુ કરી શકે છે. જેથી આવી ઘટનાઓ આગળ રોકી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -