UP ભાજપના આ સાંસદ કમલનાથના છે નજીકના સગા, શપથવિધીમાં રહ્યા ખાસ હાજર, જાણો શું છે સગપણ?
રાઘવ લખનપાલ 2000માં પોતાના પિતાના મર્ડર બાદ રાજકારણમાં આવ્યા અને તેઓ સરસવા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે, 2002માં આ બેઠક પરથી તેઓ હરી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાઘવ લખનપાલ સહારનપુર લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે અને કમલનાથની શપથવિધીમાં ખાસ હાજર રહ્યા કેમ કે કમલનાથ તેમના ફુઆ છે. કમલનાથનાં પત્નિ અલકાનાથના ભાઈ લખનપાલ શર્મા પણ ભાજપની ટિકિટ પર સહારનપુરમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. હવે તેમનો રાજકીય વારસો સંભાળી રહ્યા છે.
44 વર્ષીય રાઘવ લખનપાલનો જન્મ ચંદીગઢમાં થયો પણ તેઓ ઉત્તર પ્રદેશની સહારનપુરમાંથી 2014માં બીજેપીની ટિકીટ સાથે ચૂંટાયા હતા. તેમને કોંગ્રેસના ઉમેદવારને 65 હજાર મતોથી હાર આપી હતી અને હાલમાં તેઓ ભાજપના બીજેપીની યુથ વિંગ BJYM વાઇસ પ્રેસિડેન્ટ પણ છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં સોમવારે મુખ્યમંત્રીપદે કમલનાથની શપથવિધી થઈ. કમલનાથની શપથવિધીમાં મધ્ય પ્રદેશના ભાજપના નેતા તો હાજર રહ્યા પણ અન્ય રાજ્યના ભાજપના નેતા હાજર નહોતા. આ માહોલમાં ઉત્તર પ્રદેશના ભાજપના એક સાંસદ રાઘવ લખનપાલની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -