કમલનાથ માટે 'ઈન્દિરા કે દો હાથ, સંજય ગાંધી ઔર કમલનાથ' એવું કેમ કહેવાતું? મૂળ UPના કમલનાથ કઈ રીતે MP પહોંચ્યા?
કમલનાથ માત્ર 22 વર્ષની ઉંમરે જ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની રાજનીતિ અને નહેરુ પરિવારમાં કમલનાથનું મહત્ત્વ કેટલું છે એનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે એક સમયે રાજનીતિમાં એક વાત પ્રચલિત હતી...‘ઇન્દિરા ગાંધીના બે હાથ સંજય ગાંધી અને કમલનાથ’.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમલનાથની આ જીત પાર્ટી માટે એક હદ સુધી સંજીવની સાબિત થઈ. કમલનાથ 34 વર્ષની ઉંમરમાં સંસદ હોંચ્યા. ત્યાર બાદ કમલનાથ 9 વખત છિંતવાડા લોકસભા સીટથી સંસદ સુધી પહોંચવામાં સફળ રહ્યા.
આ દરમિયાન કમલનાથને સંજય ગાંધીના જિગરી મિત્ર હોવાનો લાભ મળ્યો. પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને છિંદવાડા સીટની ટિકિટ આપી. ત્યાંથી ચૂંટણી જીતીને કમલનાથ સંસદ પહોંચ્યા.
વાત છે 1975ની જ્યારે કોંગ્રેસ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ત્યાર બાદ 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીના મોતના અહેવાલે નહેરૂ પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો. કોંગ્રેસમાં ઉથલપાથલનો સમય હતો.
આ અંતર માત્ર બે સ્કૂલનું ન હતું પરંતુ બે મિત્રોના દિલોનું હતું. આ મિત્રતા રાજકારણમાં પણ ચર્ચામાં રહી હતી કારણ કે બન્ને મોટેભાગે સાથે રહેતા હતા.
સમયની સાથે કમલનાથ અને સંજય ગાંધીની મિત્રતા દિવસને દિવસે વધતી ગઈ. પરંતુ બન્નેની મિત્રતા વચ્ચે અંતર ત્યારે આવ્યું જ્યારે કમલનાથ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ચાલ્યા ગયા.
નવી દિલ્હીઃ 18 નવેમ્બરે 1946ના રોજ કાનપુરમાં જન્મેલ કમલનાથ આજે મધ્ય પ્રદેશ જ નહીં પંરતુ દેશમાં કોંગ્રેસનો એક મોટો ચહેરો છે. કમલનાથે પ્રારંભિક શિક્ષણ કાનપુરમાં લીધું છે. પિતા મહેન્દ્ર નાથની ઈચ્છા હતી કે કમલનાથ વકીલ બને. પરંત કમલનાથના નસીબમાં તો કંઈક બીજું જ લખ્યું હતું. શરૂઆતના શિક્ષણ બાદ કમલનાથ આગળના અભ્યાસ માટે દેહરાદૂનની દૂન સ્કૂલમાં ગયા. આ સ્કૂલમાં તેની સાથે ઇન્દિરા ગાંધીના મોટા દીકરા સંજંય ગાંધી પણ ભણતા હતા. કાનપુરથી મધ્ય પ્રદેશ સુધી કમલનાથ કેવી રીતે પહોંચ્યા એ પણ રસપ્રદ કહાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -