✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કમલા મિલ્સ અગ્નિકાંડઃ 'વન અબવ' પબના ત્રણેય માલિક અરેસ્ટ, મોજેજના ઓનર હજુ પણ ફરાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Jan 2018 09:44 AM (IST)
1

આ પહેલા આ બન્નેને કથિત રીતે શરણ આપવાના આરોપમાં એક હોટલ માલિક વિશાલ કરિયાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી, માનવામાં આવે છે કે, વિશાન કરિયાએ આપેલી માહિતીના આધારે જ કૃપેશ સાઘવી અને જીગર સાઘવીને અરેસ્ટ કરવામાં આવ્યા છે.

2

આ ત્રણેય પર ઇરાદાપૂર્વકની હત્યા અને અન્ય બીજી કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે મોજેજ રેસ્ટોરન્ટના માલિક યુગ તુલી હજુ પણ ફરાર છે. જેની સીસીટીવી ફૂટેજ ગઇકાલે મળી હતી. કમલા મિલ કમ્પાઉન્ડના રેસ્ટૉરન્ટમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે, પોલીસે તેમના ઠેકાણાઓ વિશે માહિતી આપવા પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. કમાલા હાઉસ સ્થિત ‘વન અબવ’ અને તેની બાજુમાં રહેલી કમલા બિસ્ત્રો રેસ્ટૉરન્ટ પબમાં 29 ડિસેમ્બરે ભયંકર આગ લાગી હતી જેમાં 14 લોકો મોતને ભેટ્યા હતા.

3

મુંબઇઃ કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં થયેલા અગ્નિકાંડના મુખ્ય આરોપી અને વન અબવ પબના ત્રણેય માલિકો કૃપેશ સાંઘવી, જીગર સાઘવી અને અભિજીત મંકારની ધરપકડ કરવામાં આવી છે. કૃપેશ અને જીગર બન્નેને તેમના વકીલના ઘરની બહારથી પકડવામાં આવ્યા હતા. બન્ને ધરપકડથી બચવા કાયદાન સલાહ લેવા માટે પોતાના વકીલ પાસે ગયા હતા. જ્યારે અભિજીત મંકારને બન્નેને આપેલી માહિતી પર પકડવામાં આવ્યો છે.

4

પોલીસ પાસે એકદમ સાચા વાવડ હતા કે સાઘવી બ્રધર્સ વેસ્ટ લિંકિંગ રોડ પર બ્રાન્દ્રામાં આવી રહ્યાં છે, સાદી વર્દીમાં પોલીસની તપાસ ટીમે સાઘવી બ્રધર્સની રાહ જોઇ અને જેવા બન્ને ભાઇ ત્યાં પહોંચ્યા ત્યારે બન્નેને ઝડપી પાડ્યા હતા.

5

નોંધનીય છે કે, 29 ડિસેમ્બરના અગ્નિકાંડ બાદ આ બધા ફરાર થઇ ગયા હતા અને પોલીસને આના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરી દીધું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • કમલા મિલ્સ અગ્નિકાંડઃ 'વન અબવ' પબના ત્રણેય માલિક અરેસ્ટ, મોજેજના ઓનર હજુ પણ ફરાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.