મુંબઈ આગઃ BMC કમિશ્નરનો આરોપ- ‘કાર્યવાહી ન કરવા મારા પર દબાણ કરવામાં આવ્યું’
એક લાખ રૂપિયાના ઇનામની જાહેરાતઃ મુંબઈ પોલીસે કમલા મિલ્સ પરિસરમાં 1 અબવ પબના માલિકોના ઠેકાણા અંગે સૂતના આપનારને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસ પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. પબ માલિકો કૃપેશ સંઘવી, જિગર સંઘવી અને અભિજીત મંકાર 29 ડિસેમ્બરે બનેલી ઘટના બાદ ફરાર છે. પોલીસ અદિકારીએ જણાવ્યું કે, ત્રણેય શોધવામાં આવી રહ્યા છે.
મુંબઇઃ મુંબઈના કમલા મિલ્સ કંપાઉન્ડમાં 3 રેસ્ટોરન્ટ્સમાં ગત સપ્તાહે લાગેલી ભીષણ આગમાં 14 લોકોના મોત થયા હતા. હજુ સુધી ગુનેગારો પકડાયા નથી ત્યાં જ બીએમસી કમિશ્નરે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આગ લાગ્યાની ઘટના બાદ તેમના કાર્યવાહી ન કરવા માટે દબાણ બનાવવામાં આવ્યું હતું.
તણખો બન્યું આગનું કારણઃ કમલા મિલ્સ કમ્પાઉન્ડ દુર્ઘટનામાં તપાસ દરમિયાન એવી વાત સામે આવી કે મોજો બિસ્ત્રોમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા ગેરકાયદે હુક્કામાંથી નીકળેલા તણખો આગનું સંભવિત કારણ હોઈ શકે છે. ફાયરબ્રિગેડના પ્રારંભિક રિપોર્ટ મુજબ કમલા મિલ્સ પરિસર સ્થિત મોજો રેસ્ટોરેન્ટથી શરૂ થયેલી આગ નજીકના 1 અબવ પબ સુધી ફેલાઇ હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, મોટાભાગના પ્રત્યભદર્શીએ ખુલાસો કર્યો હતો કે, આગના મસયે મોજો રેસ્ટોરામાં હુક્કો ઉપલબ્ધ કરાવાયો હતો અને એવી આશંકા છે કે હુક્કાથ નીકળેલા તિખારા આગનું સંભવિત કારણ હોઈ શકે છે.
પોલીસે લગાવી દીધી હતી જાનની બાજીઃ સુદર્શન શિવાજી શિંદે નામના પોલીસ કોન્સ્ટેબલે અન્ય લોકોની જિંદગી બચાવવા માટે તેમની જિંદગી ખતરામાં નાંખી દીધી હતી. મુંબઈ પોલીસના આ બહાદુર કોન્સ્ટેબલની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. શિંદે ફાયર બ્રિગેડની મદદમાં જોડાયા બતા અને તેમના તરફથી શક્ય તમામ લોકોને બચાવવાની કોશિશ કરી. ગૂંગળામણના કારણે બેભાન થયેલા આશરે 8 લોકોને શિંદેએ તેમના જીવના જોખમે મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા.