✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કનૈયા કુમાર લડશે 2019 લોકસભા ચૂંટણી, જાણો ક્યા દિગ્ગજ નેતા સીટ કરશે ખાલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2018 08:54 PM (IST)
1

કનૈયા બેગૂસરાય જિલ્લાના બરોની અંતર્ગત આવતા બિહત ગામનો રહેવાસી છે. તેની માતા એક આંગણવાડી સેવિકા અને પિતા ખેડૂત છે. વામપંથીઓનો ગઢ ગણાતા બેગૂસરાયના વર્તમાન સાંસદ બીજેપીના વરિષ્ઠ નેતા ભોલા સિંહ છે. 2014 લોકસભા ચૂંટણીમાં આરજેડી ઉમેદવાર તનવીર હસન બીજા અને સીપીઆઈ ઉમેદવાર રાજેન્દ્ર પ્રસાદ સિંહ ત્રીજા સ્થાને રહ્યા હતા.

2

પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં બિહારમાં 6 સીટ પરથી લડવાનો ફેંસલો કર્યો છે તે અંગે અંતિમ ફેંસલો સાથી પક્ષો સાથે ચર્ચા બાદ જ લેવામાં આવશે. જે છ સીટ પર સીપીઆઈ તેમના ઉમેદવાર ઉતારવા માંગે છે તેમાં બેગૂસરાય, મધુબની, મોતિહારી, ખગડિયા, ગયા અને બાંકાનો સમાવેશ થાય છે.

3

સીપીઆઈના રાજ્ય સચિવ સત્યનારાયણ સિંહે જણાવ્યું કે, તેમની પાર્ટી સહિત તમામ ડાબેરી પક્ષો કનૈયા કુમાર 2019 લોકસભા ચૂંટણી લડે તેમ ઈચ્છે છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે આ પણ અંગે તેમની સહમતિ આપવા અંગેની ચર્ચાને લઈ સત્યનારાયણે કહ્યું કે, તેઓ કનૈયા કુમાર માટે સીટ છોડવા રાજી હતા.

4

નવી દિલ્હીઃ જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ)ના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર બેગૂસરાયથી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડશે. મહાગઠબંધનમાંથી આરજેડી, જીતન રામ માંઝીની પાર્ટી હમ અને એનસીપી 2019માં કનૈયા કુમારને બેગૂસરાયથી ચૂંટણી લડાવવામાં મદદ કરશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કનૈયા કુમાર લડશે 2019 લોકસભા ચૂંટણી, જાણો ક્યા દિગ્ગજ નેતા સીટ કરશે ખાલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.