✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાનપુરઃ SPનો ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ, એક મહિના પહેલા જ થઈ હતી બદલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2018 12:42 PM (IST)
1

હાલ તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત હજુ પણ ગંભીર છે. એસપીના પત્ની એક મેડિકલ કોલેજમાં ડોક્ટર છે. એસપી દાસની એક મહિના પહેલા જ કાનપુરમાં ટ્રાન્સફર થઈ હતી.

2

એસપીએ ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાત ફેલાતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના અનેક ટોચના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. હજુ સુધી ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી.

3

લખનઉના રહેવાસી સુરેન્દ્ર કુમાર દાસ 2014ની બેચના આઈપીએસ ઓફિસર છે. તેમના આ પગલાંથી તમામ ચોંકી ઉઠ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે કંઈ બોલતા તૈયાર નથી.

4

મળતી માહિતી મુજબ સુરેન્દ્ર કુમાર પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જે પ્રમાણે તેણે પારિવારિક તણાવના કારણથી આ પગલું ભર્યું છે.

5

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં તહેનાત SP (સિટી) સુરેન્દ્ર કુમાર દાસે ઝેર ખાઈને આત્મહત્યાની કોશિશ કરી છે. એસપીએ કેમ આ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલ તેમને શહેરની રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાનપુરઃ SPનો ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ, એક મહિના પહેલા જ થઈ હતી બદલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.