BJP અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ પર કોણે કર્યાં આક્ષેપો?
કપિલ સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહના પુત્રની કંપની ટેમ્પલ ઈંટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ માર્ચ 2013માં નુકશાનમાં હતી અને નુકશાન 6,239 રૂપિયા હતું. માર્ચ 2014માં કંપની 1,724 રૂપિયાના નુકશાનમાં હતી. જોકે 2014-15માં કંપની નફો કરવા લાગી હતી. એટલે કે મે-2014માં અચાનક બદલાવ આવ્યો અને પ્રોફીટ થવા લાગ્યો હતો. પરંતુ સાચો ફેરફાર 2015-16માં જોવા મળ્યો જ્યારે કંપનીનું ટર્નઓવર 80 કરોડ રૂપિયા થઈ ગયું. એક જ વર્ષમાં કંપનીના ટર્ન ઓવરમાં 16,000 ઘણો વધારો જોવા મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીના ટર્નઓવરમાં અચાનક ઉછાળો જોવા મળતાં કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે અમિત શાહ અને પીએમ નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, 2014માં સરકાર બદલતાની સાથે જ અમિત શાહના પુત્ર જયનું નસીબ પણ બદલાઈ ગયું હતું.
આ આરોપો બાદ સિબ્બલનો સવાલ એ હતો કે, કોંગ્રેસના કોઈ નેતા પર 10 લાખની ઉચાપતનો આરોપ લાગશે તો તેમની પાછળ સીબીઆઈ, ઈડીની તપાસ કરવામાં આવે છે. ક્રોની કેપિટાલિઝમના આરોપો લગાવવામાં આવ્યા છે. વીરભદ્ર સિંહને કેટલા કેસમાં ફસાવી દીધા. હું પુછવા માંગુ છું કે હવે સીબીઆઈ ક્યાં છે? ક્યાં છે ઈડી? અને પ્રધાનમંત્રી ક્યાં છે?
કપિલ સિબ્બલે અમિત શાહના પુત્રની બીજી કંપની કુસુમ ફિનસર્વને લઈને ગંભીર આરોપ કર્યા હતાં કે આ કંપનીમાં જય અમિતભાઈ શાહના શેયર 60% છે. આ કંપનીને પણ રાજેશ ખંડેલવાલે લોન આપી છે.
સિબ્બલે જણાવ્યું હતું કે, આ સાથે જ કંપનીને લોન મળવા લાગી. રાજીવ ખાંડેલવાલે પોતાની ફાઈનેંશિયલ કંપનીમાંથી ટેમ્પલ ઈંટરપ્રાઈઝ (જય શાહની કંપની)ને 15.78 કરોડની લોન આપી હતી. ઓક્ટોબર 2016માં ટેમ્પલ ઈંટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ બંધ થઈ ગઈ છે અને આ કંપની બંધ થવાનું કારણ નુકશાન બતાવવામાં આવી રહ્યું છે જોકે આ બાબતે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -