✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કર્ણાટક: મંદિરમાં પ્રસાદ ખાવાથી 13 લોકોના મોત, 90 થી વધુની તબિયત લથડી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2018 08:29 PM (IST)
1

ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે ઘટના ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે પ્રધાન સચિવ અને આયુક્તને ચામારાજનગર આરોગ્ય વિભાગને મદદ કરવા માટે મંડ્યા અને મૌસૂરના ડીએચઓને નિર્દેશ આપ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે ઘટના બાદ ડોક્ટરોની ટીમ દેખરેખમાં લાગી ગઈ છે. સાથે અધિકારીઓ આ મામલે ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે.

2

બેંગલુરુ: કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ચામરાજનગર જિલ્લાના સુલીવાડી ગામમાં શુક્રવારે એક મંદિરમાં પ્રસાદ ખાવાથી 13 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 90 લોકોની તબિયત લથડી પડી છે. પ્રસાદ ખાનારા 11 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામીએ મોડી રાતે પીડિતોની મુલાકાત લીધી હતી.

3

જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે પ્રસાદમાં ઝેર ભેળવ્યું હોવાની આશંકા છે. જેના કારણે આ ઘટના બની છે. તેમણે કહ્યું અમે સેમ્પલ એકત્ર કર્યા છે. અને તપાસ પાટે લેબમાં મોકલી દીધા છે. પોલીસ સૂત્રો અનુસાર મંદિર પ્રશાસનના બે લોકોને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કર્ણાટક: મંદિરમાં પ્રસાદ ખાવાથી 13 લોકોના મોત, 90 થી વધુની તબિયત લથડી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.