કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો, 30 લિંગાયત ધર્મગુરુઓનું કૉંગ્રેસને સમર્થન
ધર્મગુરુ માતે મહાદેવીએ મીટિંગ બાદ કહ્યું કે,‘સિદ્દારમેયાએ અમારી માંગનું સમર્થન કર્યું છે. અમે તેમનું સમર્થન કરીશું. ઉત્તર કર્ણાટકમાં મહાદેવીનો ખૂબજ પ્રભાવ છે. એક અન્ય ધર્મગુરુ મુરુગરાજેન્દ્ર સ્વામીએ કહ્યું, અમે તેનું સમર્થન કરીશું, જેણે અમને સપોર્ટ કર્યો.’મુરૂગરાજેન્દ્રએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને અલગ ધર્મની માગનું સમર્થન કરવા પણ કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિંગાયત સમુદાય ભાજપનો પરંપરાગત વોટર રહ્યો છે. ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા પણ આ સમુદાયમાંથી આવી છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના લોકોની સંખ્યા લગભગ 18 ટકા છે. કૉંગ્રેસ સરકાર આ દાવ રમીને ભાજપ સામે મોટી મુશ્કેલી ઊભી કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે આ મોટો ઝટકો છે. કારણ કે હાલમાંજ તેમણે કર્ણાટકના અનેક મઠમાં જઈને લિંગાયત સમુદાયના ગુરુઓ સાથે મુલાકાત કરી હતી.
આ સમુદાયનો ભાજપને 90ના દાયકાથી સમર્થન મળતું આવ્યું છે. મોટી વાત તો આ છે કે કર્ણાટક રાજ્યની 224 વિધાનસભા સીટોમાંથી 100થી વધુ સીટો પર લિંગાયત સમુદાયનો પ્રભાવ છે. ચૂંટણી પહેલા સાર્વજનિક રીતે કોઈ પણ વ્યક્તિ કે રાજનીતિક દળને સમર્થન આપવાની જાહેરાત ખૂબજ મહત્વપૂર્ણ છે કારણ કે છેલ્લા અનેક દાયકાથી આવું થયું નથી.
નવી દિલ્લી: કર્ણનાટકમાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસ સીએમ દ્વારા લિંગાયત ધર્મની માન્યતા આપવાનો દાવ સફળ થતો દેખાઈ રહ્યો છે. દેશમાં હલચલ મચાવનારા આ મુદ્દા પર અંતિમ મહોર કેન્દ્ર સરકારની લાગવાની છે. તેના પર ભાજપ પોતાનું વલણ સ્પષ્ટ કરે તે પહેલાજ લિંગાયત સમુદાયના 30 પ્રભાવશાળી ગુરુઓએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્દારમેયાને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. જેનું મુખ્ય કારણ પ્રદેશ સરકાર દ્વારા લિંગાયતને અલ્પસંખ્યક ધર્મનો દર્જો આપનાનો નિર્ણય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -