કર્ણાટકમાં સત્તાની બબાલ વકરી, ભડકેલા કુમારસ્વામી બોલ્યા- કોંગ્રેસ હદથી આગળ નીકળી, હું મુખ્યમંત્રી પદ છોડી દેવા તૈયાર....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jan 2019 12:17 PM (IST)
1
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ નિવેદન આપ્યા હતા કે, તેમના નેતા કુમારસ્વામી નથી પણ કોંગ્રેસના સિદ્ધારમૈયા છે. જેના પર એચડી કુમારસ્વામીએ જવાબ આપ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસે આ બધા મુદ્દાઓને દેખવા જોઇએ, પણ જો આ બધા ચાલુ રહેશે તો હું પદ છોડવા તૈયાર છું.
2
કુમારસ્વામીએ કહ્યું કે, તે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છે, કોંગ્રેસના ધારાસભ્યો પોતાની લાઇન ક્રૉસ કરી રહ્યાં છે, તેમને કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ધારાસભ્યોને કન્ટ્રૉલ કરવા જોઇએ. કોંગ્રેસી ધારાસભ્યો હદથી વધારે આગળ વધી રહ્યાં છે.
3
4
5
બેગ્લુંરુઃ મહાગઠબંધન ફોર્મ્યૂલાથી બનેલી કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસ સરકારમાં હવે ફરી એકવાર બબાલ ઘૂસી ગઇ છે. સતત રાજકીય ખેંચતાણની વચ્ચે હવે મુખ્યમંત્રી કુમારસ્વામીએ એક નિવેદન આપ્યુ છે કે તે મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છે.