કર્ણાટકમાં તોડ-જોડની રાજનીતિ શરૂ, કૉંગ્રેસે ભાજપ પર લગાવ્યો ધારાસભ્યોને તોડવાનો આરોપ
ભાજપના સુત્રો મુજબ, કૉંગ્રેસના ધારાસભ્યો આનંદ સિંહ, બી નાગેન્દ્રા, ઉમેશ જાધવ અને બીસી પાટિલ મુંબઈ પહોંચી ગયા છે, જ્યારે રમેશ જારકીહોલી અને અપક્ષ ધારાસભ્ય આર શંકર પણ મુંબઈ પહોંચી શકે છે. કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 224 છે. સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 113 ધારાસભ્યોની જરૂર છે. ભાજપે ચૂંટણીમાં 104 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કૉંગ્રેસ જેડીએસ ગઠબંધનના મળીને 116 ધારાસભ્યો છે. બે અપક્ષ અને એક બસપાના ધારાસભ્ય પણ સત્તાધારી પક્ષની સાથે છે, જેનાથી ગઠબંધનનો આંકડો 119 પર પહોંચે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલુરૂ: કર્ણાટકમાં કૉંગ્રેસના ચાર ધારાસભ્યો મુંબઈ પહોંચ્યા હોવાના રિપોર્ટ્સ બાદ રાજકારણ ગરમાયું છે અને વાર પલટવારનો સિલસિલો ફરી શરૂ થયો છે. કેબિનેટમાં સ્થાન ન મળવાથી અને કૉંગ્રેસના અંદરના ઝઘડા વચ્ચે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસની સરકાર મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.
કર્ણાટકના કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે.શિવકુમારે ભાજપ પર આરોપ લગાવી રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દિધો છે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કૉંગ્રેસ-જેડીએસ) સરકારને તોડી પાડવા માટે ભાજપ ‘ઓપરેશન લોટસ’ ચલાવી રહી છે. તેમણે આરોપ મૂકયો છે કે કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાંક નેતાઓની સાથે ડેરા તંબુ તાણીને બેઠા છે. ત્રણેય ધારાસભ્યો સાથે કોઇ સંપર્ક થઇ શકતો નથી અને તેમનો ફોન પણ સ્વિચ ઓફ છે. જો કે મુખ્યમંત્રી એચડી.કુમારસ્વામીએ આ આરોપોને તદ્દન નકારી દીધા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -