આજે કર્ણાટકમાં રાજ્યપાલ કયા પક્ષને આપશે આમંત્રણ? ‘કિંગ’ કોણ બનશે તેના પર આખા દેશની નજર
તો જેડીએસને 37 સીટો પર જીત મેળવી હતી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને કર્ણાટક પ્રજ્ઞયસંસ્થા જનતા પાર્ટીને 1-1 બેઠક મળી છે. આ ઉપરાંત અન્ય એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંધારણ નિષ્ણાંત સુભાષ કશ્યપે જણાવ્યું હતું કે, એ બાબત સંપૂર્ણ રીતે રાજ્યપાલ પર નિર્ભર કરે છે કે, તે સરકાર બનાવવા માટે પહેલા કોને આમંત્રિત કરે છે. સૌથી મોટી પાર્ટીને કે પછી ગઠબંધન જે પુર્ણ બહુમત હોવાનો દાવો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે કર્ણાટક વિધાનસભાના પરિણામોમાં 104 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી, જ્યારે રાજ્યમાં સત્તા ભોગવી રહેલી કોંગ્રેસ માત્ર 78 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
જોકે આ બધાં વચ્ચે દેશ આખાની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પર અટકેલી છે કે રાજ્યપાલ શું નિર્ણય લે છે. લોકોમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા છે કે, વજુભાઈ વાળા પહેલાં કયા પક્ષને આમંત્રિત કરે છે. રાજ્યપાલ પાસે હાલ બે વિકલ્પ છે, પહેલો કે તે સૌથી મોટી પાર્ટી ભાજપને આમંત્રણ આપે અને બહુમતિ સાબિત કરવા કહે કે પછી કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને સરકાર રચવાનું કહેશે, જે બહુમતનો જાદુઈ આંક પોતાની પાસે હોવાનો દાવો કરી રહ્યું છે.
જ્યારે બીજી બાજુ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસમાં 78 ધારાસભ્યોની બેઠક કરશે. બેઠકમાં સિદ્ધારમૈયા અને કોંગ્રેસનું કેન્દ્રીય પ્રતિનિધિમંડળ પણ આવે તેવી શક્યતા છે.
રાજ્યમાં સૌથી વધુ બેઠકો જીતનારી ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં 11 વાગ્યે પાર્ટી ધારાસભ્યોની બેઠક યોજશે. જેમાં તમામ 104 ધારાસભ્યો હાજર રહે તેવી શક્યતા છે. પાર્ટીના સ્ટેટ હેડક્વાર્ટરમાં થનારી આ બેઠકમાં કેન્દ્રીય પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.
બેંગલોર: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામો બાદ આજે બુધવાર નિર્ણયનો દિવસ છે. એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળવાની સ્થિતિમાં કર્ણાટકનું કોકડું ગુંચવાયેલું છે. એક તરફ ભાજપ તો બીજી બાજુ કોંગ્રેસ-જેડીએસ સરકાર રચવાના દાવા કરી રહ્યાં છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળા પર નિર્ભર છે. જેઓ આજે કયા પક્ષને આમંત્રણ આપે છે તે જોવાનું રહ્યું, જેની પર આખા દેશની નજર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -