BJP 2019ની લોકસભાની ચૂંટણી '48 વિરૂધ્ધ 48'ના સ્લોગન પર લડશે, શું છે તેનું રહસ્ય?
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભાજપ હાઈ કમાન્ડે તમામ જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓને ‘લક્ષ્ય અંત્યોદય, પ્રણ અંત્યોદય, પથ અંત્યોદય’ના સૂત્ર પર અમલ કરવાની ભલામણ કરી છે અને છેવાડાના લોકો સુધી સરકારની જન કલ્યાણ યોજનાઓને પહોંચાડવા માટે કહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓને સંગઠનના સૌથી નીચેના એકમ બૂથ સ્તર સુધી પહોંચવાનો સંદેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રમાં આ મહિને મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકાર 48 મહિનામાં કરવામાં આવેલ કામકાજ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરશે. ભાજપના એક અન્ય પદાધિકારીએ જણાવ્યું કે. ચોથી વર્ષગાંઠ પર અમે ‘48 વર્ષની તુલનામાં 48 મહિના’ના કામકાજની વિગોત લોકો સમક્ષ રાખીશું. આ ક્રમમાં 26મેથી આગામી લોકસભા ચૂંટણી સુધી સરકાર અને પાર્ટી સ્તરે દેશવ્યાપી અનેક કાર્યક્રમ ચલાવવામાં આવશે.
આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં કેડૂત અને કૃષિ સાથે જોડાયેલ વિષયોને મહત્ત્વને ધ્યાનમાં રાખીને ભાજપ કિસાન મોર્ચા કૃષિ ક્ષેત્રે મોદી સરકારની ઉપલબ્ધિઓના પ્રચાર-પ્રસાર માટે પાર્ટી કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપશે. તેના માટે 18થી 20 મે સુધી ગુડગાંવમાં એક રાષ્ટ્રીય પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવશે.
કહેવાય છે કે, 14 મેના રોજ શાહે જે બેઠક બોલાવી છે તેમાં પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મંત્રીઓ અને પદાધિકારીઓ કેટલું કામ કર્યું છે તેની વિગતો મેળવવામાં આવશે.
ભાજપના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહે 14 મેના રોજ તમામ પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મંત્રીઓ અને કેન્દ્રીય પદાધિકારીઓની બેઠક બોલાવી છે. તેના ત્રણ દિવસ બાદ 17 મેના રોજ પ્રધાનમંત્રી પાર્ટીના તમામ મોરચાની સંયુક્ત કાર્યસમિતિને સંબોધિત કરશે. તેમાં પાર્ટીના અધ્યક્ષ પણ હાજર રહેશે.
ભાપના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર લોકસભા ચૂંટણીની તૈયારી માટે પાર્ટીએ ‘48 વર્ષ વિરૂદ્ધ 48 મહિના’નો નારો આપ્યો છે. આ ક્રમમાં ભાજપનું ટોચનું નેતૃત્વ તમામ પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મંત્રિઓ અને કેન્દ્રીય પદાધિકારીઓ તથા પાર્ટીના તમામ મોર્ચે સંયુક્ત કાર્યસમિતિના પદાધિકારીઓને જીતનો મંત્ર આપશે.
નવી દિલ્હીઃ કેન્દ્રમાં પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં એનડીએની સરાકર આ મહિને ચાર વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આ અવસર પર ભાજપે 14 મેના રોજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મંત્રીઓ અને કેન્દ્રીય પદાધિકારીઓની એક બેઠક બોલાવી છે, જેમાં મિશન 2019 પર ચર્ચા થવાની સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -