કર્ણાટક: CM સિદ્દારમૈયાએ નકાર્યા એગ્ઝિટ પોલ, કહ્યું- આ તો બે દિવસનું મનોરંજન છે, ફરી કૉંગ્રેસની સરકાર બનશે
જ્યારે મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ તમામ એગ્ઝિટ પોલને નકારી દીધા છે. સિદ્ધારમેયાએ ટ્વિટ કર્યું કે, “એગ્ઝિટ પોલ આવાતા બે દિવસ માટે મનોરંજનનું માધ્યમ છે. તમામ પોલનું સરેરાશ કાઢવું એવું છે જે એક વ્યક્તી નદી પાર કરી રહ્યો છે અને તેણે આંકડાકીય જાણકાર પર વિશ્વાસ કરી લીધો છે જેણે સરેરાશ કાઢીને કહ્યું કે નદીની ઊંડાઈ ચાર ફૂટ છે, કૃપા કરીને સરેરાશ નોંધી લો, 6+4+2=4..6ફૂટ પર તમે ડૂબી જશે. તેથી પાર્ટી કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભ ચિંતકો એગ્ઝિટ પોલની ચિંતા ના કરો, આરામ કરો અને વિકેન્ડની મઝા લો, હું પાછો આવી રહ્યો છું.”
કર્નાટકની મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ચેનલોના એગ્ઝિટ પોલના પરીણામ પર મોટું નિવેદન આપ્યું છે. સિદ્દારમેયાનો દાવો છે કે કર્ણાટકમાં ફરી કૉંગ્રેસની પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે. જ્યારે બીજી તરફ ભાજપના પ્રવક્તા સુધાંષુ ત્રિવેદીએ ભાજપને 130 બેઠકો મળશે તેવો દાવો કર્યો છે.
નવી દિલ્હી: કર્ણાટકના રાજકારણનું ભાગ્ય 15 મેના રોજ નક્કી થશે. તે પહેલા ગઈકાલે મતદાન બાદ અનેક ચેનલોના એગ્ઝિટ પોલમાં ભાજપને ફાયદો મળતો દેખાઈ રહ્યો છે. એબીપી ન્યૂઝ અને સી વોટરના એગ્ઝિટ પોલમાં પણ ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે.
સાત ચેનલોના એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી નજર આવી રહી છે, પરંતુ તેને બહુમત નથી મળી રહી. ભાજપને 102, કૉંગ્રેસ 85, જેડીએસ 32 અને અન્યને 3 બેઠકો મળવાનું અનુમાન છે, ટાઈમ્સ નાઉ અને ચાણક્યના એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 120 બેઠ
એબીપી ન્યૂઝ અને સી -વોટરના ફાઈનલ એગ્ઝિટ પોલમાં ભાજપને 110, કૉંગ્રેસને 88, જેડીએસને 24 અને અન્યને બે બેઠક મળી હોવાનું અનુમાન છે. કર્ણાટકમાં 224માંથી 222 બેઠકો પર જ મતદાન થયું હતું. તેથી બહુમતનો આંકડો 112 સીટો થઈ જાય છે. આ એગ્ઝિટ પોલમાં ભાજપ માત્ર બે બેઠકોથી બહુમતથી દૂર છે.