કર્ણાટક: યેદિયુરપ્પાના નિવેદન પર વિવાદ, કૉંગ્રેસ ચૂંટણી આયોગને કરશે ફરિયાદ
નવી દિલ્હી: કર્ણાટકના બેલગાવીમાં વોટ માંગવા પહોંચેલા ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના વિવાદિત નિવેદ પર રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ યેદિયુરપ્પા નિવેદનને ધમકીવાળું નિવેદન ગણાવ્યું છે. અને તેઓ ચૂંટણી આયોગમાં તેની ફરિયાદ કરશે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ‘આ નિવેદન ભાજપના વિચારો દર્શાવે છે. આ નિવેદન અહંકારથી ભરેલું અને જનતા સાથે મનમાની કરનારું છે. આ ભાજપ પોતાની તાકાતથી આમ જનતાને ધમકાવનારા વિચારો દર્શાવે છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નિવેદનને લઈને કૉંગ્રેસે ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે યેદિયુરપ્પાએ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન નહીં કરનારાઓને સાર્વજનિક ધમકી આપી છે. પ્રિયંકાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું કે લોકતંત્ર અને સંવિધાનનું સમ્માનનો દાવો કરનારી પાર્ટી તરફથી આવેલું આ નિવેદન ખુબજ હેરાન કરનારું છે.
કૉંગ્રેસ કહ્યું, આ નિવેદન મોડલ કોડ ઓફ કંડક્ટનું પણ ઉલ્લંઘન કરે છે. સાથે ઈલેક્ટ્રોરલ ઓફેન્સ અને ક્રિમીનલ ઓફેન્સનો મામલો પણ બનાવે છે. જણાવી દઈએ કે, શનિવારે એક રેલની સંબોધન કરતા યેદિયુરપ્પાએ કાર્યકર્તાઓને કહ્યું કે, ‘જે લોકો મતદાન નથી કરવા માંગતા તેમના ઘરે જાઓ અને હાથ પગ બાંધીને લઈ આવો.’ યેદિયુરપ્પાના આ નિવેદન પર કોંગ્રેસે વાંધો ઊઠાવ્યો છે.
કર્ણાટકના બેલગામીમાં યેદિયુરપ્પા એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું ‘તમને લાગે છે કોઈ મતદાતા મતદાન નથી કરી રહ્યા, તો તેના ઘરે જાઓ અને તેના હાથ પગ બાંધીને લઈ આવો અને તેને મહાંતેશ હોદ્દાગોડરના પક્ષમાં મતદાન કરાવો.’જણાવી દઈએ કે મહાંતેશ હોદ્દાગોડર કિટ્ટુર બેઠકના ભાજપના ઉમેદવાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -