કર્ણાટકઃ ચૂંટણી પંચ પહેલા જ BJP નેતા અમિત માલવીયએ જણાવી દીધી મતદાનની તારીખ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટક ચૂંટણી શિડ્યૂલ્ડઃ- ઉમેદવારી દાખલ કરવાની તારીખ- 17 એપ્રિલ, ઉમેદવાર પત્રની તપાસ- 25 એપ્રિલ, ઉમેદવાર પત્ર પાછું ખેચવાની તારીખ- 27 એપ્રિલ, મતદાન- 12 મે અને પરિણામ - 15 મે ના દિવસે આવશે.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે, પણ ચૂંટણી પંચ પહેલા જ તારીખો જાહેર થઇ ચૂકી હતી. ભાજપના આઇટ સેલના ઇન્ચાર્જ અમિત માલવીયે પહેલાથી જ આની જાહેરાત કરી દીધી હતી. જ્યારે ચૂંટણી કમિશનર પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યાં હતા, તો પંચ પહેલા જ અમિત માલવીયએ ચૂંટણીની તારીખો જણાવી દીધી.
ઇલેક્શન કમીશનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ઇલેક્શન કમિશ્નરને માલવીયના દાવાને લઈને પત્રકારોએ સવાલ કર્યા. તેની પર તેમણે કહ્યું કે તેની તપાસ કરવામાં આવશે. સખત કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ મામલે હોબાળો થયો તો, માલવીયે કહ્યું કે તેઓએ એક અંગ્રેજી ચેનલમાં જોઈને આ ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાનું ટ્વિટ કટાવી લીધું.
આ માટે અમિત માલવિયે એક ટ્વીટ કર્યું હતું, અમિત માલવિયે પોતાના ટ્વિટમાં લખ્યું, કર્ણાટકમાં 12 મેના રોજ વોટિંગ થશે. 18 મેના રોજ પરિણામ આવશે. વોટિંગની તારીખ સાચી સાબિત થઈ પરંતુ પરિણામની તારીખ ખોટી. પરિણામ 15મેના રોજ જાહેર થશે.
ઇલેક્શન કમીશને કર્ણાટક વિધાનસભાની 224 સીટો માટે મંગળવારે તારીખોની જાહેરાત કરી. જોકે, રાજ્યમાં ભાજપની આઈટી સેલના હેડ અમિત માલવીયે પોતાના ટ્વિટર પર પહેલા જ જણાવી દીધું હતું કે આ તારીખે ચૂંટણી યોજાશે. દાવો સાચો સાબિત થતા કોંગ્રેસ વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ભાજપને સુપર ઇલેક્શન કમીશન કહ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -