જેડીએસના તમામ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા, કોગ્રેસના બે હજુ પણ ગેરહાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 May 2018 12:02 PM (IST)

1
આ અગાઉ બીએસ યેદુરપ્પા અને શ્રીરામલુએ લોકસભામાંથી રાજીનામુ આપી દીધું હતું. સ્પીકરે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. અગાઉ પ્રોટેમ સ્પીકર બૌપૈયાની નિમણૂક રદ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. કોગ્રેસે બૌપૈયાની નિમણૂક મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તે સિવાય સુપ્રીમ કોર્ટે કાર્યવાહી લાઇવ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
2
બેંગ્લુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાને આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનો છે. પ્રોટેમ સ્પીકરે તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. 222 ધારાસભ્યોમાંથી 220 ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા છે. જેડીએસના તમામ ધારાસભ્યો હાજર થઇ ગયા છે અગાઉ એવા અહેવાલ હતા કે જેડીએસના બે ધારાસભ્યો ગુમ છે. સૂત્રોના મતે હજુ કોગ્રેસના બે ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા નથી. જેડીએસએ ભાજપ પર પોતાના ધારાસભ્યોના અપહરણ કરવાનો આક્ષેપ કર્યો હતો.