કર્ણાટક: પ્રોટેમ સ્પીકરે લેવડાવ્યા ધારાસભ્યોને શપથ, સુરક્ષાને લઇને 200 માર્શલ તૈનાત કરાયા
બેંગલૂરૂ: આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ જશે કે કર્ણાટકમાં ભાજપની સરકાર રહેશે કે જશે. મુખ્યમંત્રી બી એસ યેદુરપ્પાએ આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું છે. સિદ્ધારમૈયા પણ વિધાનસભા પહોંચી ગયા છે. વિધાનસભામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 200 માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App17 મેના યેદૂરપ્પાએ શપથ લીધા હતા. રાજ્યપાલે 15 દિવસમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે 48 કલાક કર્યા હતા. આજે સાજે ફેસલો થઈ જશે કે કૉંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત છે કે યેદૂરપ્પા પાસે.
કર્ણાટકમાં હવે પ્રોટેમ સ્પીકરને લઈને પણ લડાઈ થઈ ગઈ છે. બોપૈય્યાના પ્રોટેમ સ્પીકર બનવાથી ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. એવામાં ગૃહ હવે 221નું થશે. બહુમત માટે ભાજપને 111 જોઈએ છે. બોપૈય્યાની નિમણૂકની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર સુનાવણી થશે.
કૉંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો ફરી બેંગલૂરૂ લાવવામાં આવી રહ્યા છે. આ ધારાસભ્યો કાલના હૈદરાબાદની હોટલ તાજમાં હતા. આ ધારાસભ્યો આજે બહુમત પરિક્ષણમાં સામેલ થશે. કૉંગ્રેસ અને જેડીએસનો દાવો છે કે તેમના ધારાસભ્યો તેમની સાથે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -