કર્ણાટકઃ 21 મહિના બાદ સક્રિય થયેલા સોનિયા ગાંધીનો આ ફેંસલો સાબિત થયો માસ્ટર સ્ટ્રોક, જાણો વિગત
ચૂંટણી પરિણામનું ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધીમાં સોનિયા ગાંધીએ જેડીએસને સમર્થન આપવાનું જાહેર કરી દીધું અને તેમનો આ ફેંસલો માસ્ટર સ્ટ્રોક પણ સાબિત થયો.
જેડીએસને સમર્થનને લઈ ખુદ સોનિયા ગાંધી સક્રિય હતા અને તેઓ ઈચ્છતા હતા કે પાર્ટી જેડીએસને સમર્થન કરે. સોનિયાએ પરિણામની શરૂઆતથી જ ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોતને બેંગ્લુરુ મોકલી દીધા હતા.
ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ બુહમતનો પેચ ફસાયા બાદ કોંગ્રેસ મોટો દાવ રમ્યો. કોંગ્રેસે બીજેપીને અટકાવવા જેડીએસને બિનશરતી ટેકો આપવાનું મન બનાવી લીધું. કોંગ્રેસ જેડીએસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીને સીએમ તરીકે સ્વીકારવા તૈયાર થઈ ગઈ.
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામો બાદ શરૂ થયેલા નાટકનો આજે અંત આવ્યો હતો. બહુમત પરીક્ષણના બદલે આજે યેદુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. તેની સાથે જ માત્ર 55 કલાકથી પણ ઓછા સમયમાં ભાજપની સરકાર ગઈ હતી. રાજીનામું આપતા પહેલા યેદુરપ્પાએ ભાવુક ભાષણ આપ્યું હતું.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ ખુદ કોંગ્રેસની કમાન સંભાળી હતી. 21 મહિના બાદ તેમણે ચૂંટણી પ્રચાર, ચૂંટણી રણનીતિ, સરકાર બનાવવા માટે રાજકીય દાવપેચ તમામ જવાબદારી સંભાળી હતી.