કર્ણાટક ફ્લૉર ટેસ્ટઃ કુમારસ્વામી આજે વિધાનસભામાં સાબિત કરશે બહુમતી, અધ્યક્ષની પણ થશે ચૂંટણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, વિધાનસભા બેઠકોમાંથી 222 બેઠકો પર ચૂંટણીમાં કોઇ એક પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી. બીજેપીને 104. કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠકો તથા અન્યને 2 બેઠકો મળી છે. કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપીને સત્તામાંથી બહાર રાખવા માટે 37 ધારાસભ્યો વાળી જેડીએસને રાજ્યમાં સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપી દીધું છે.
સરકાર બનાવવાથી ચૂકી ગયા બાદ ભારતીય જનતા પાર્ટી પણ એક્ટિવ છે. આમા બેજીપીએ પોતાના ધારાસભ્ય સુરેશ કુમારને વિધાનસભા સ્પીકર પદ માટે ઉતાર્યા છે. વળી, કોંગ્રેસે આર રમેશકુમાર પણ વિધાનસભાના સ્પીકર પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. જોકે, મોટાભાગે એવું જ બન્યું છે કે સત્તા પક્ષને જ સ્પીકર પદ મળે છે કેમકે ગૃહમાં બહુમતી તે પાર્ટીની પાસે હોય છે.
પ્રૉટેમ સ્પીકર બોપૈયાએ આજે બપોરે 12.15 વાગે વિધાનસભાની બેઠક નક્કી કરી છે. સૌથી પહેલા વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થસે. લંચ બાદ લગભગ 3.30 વાગે ટ્રસ્ટ મૉશન રજૂ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ-જેડીએસને પોતપોતાની સંખ્યા સાબિત કરવી પડશે. આ પહેલા બીજેપીની પાસે જરૂરી સંખ્યાબળ ના હોવાના કારણે મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ 19 મેની સાંજે શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું ધરી દીધું હતું, આ પહેલા તે 100 ટકા બહુમતી સાબિત કરવાની વાત કહેતા હતા.
નવી દિલ્હીઃ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન આજે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત સાબિત કરશે. 224 ધારાસભ્યો વાળી વિધાનસભા બેઠોકમાંથી બે બેઠકો પર ચૂંટણી નથી થઇ. આવામાં વિધાનસભા બેઠકોની કુલ સંખ્યા 222 એટલે કે બહુમતી સાબિત કરવા માટે 112 ધારાસભ્યોનું સમર્થન હોવું જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -