કર્ણાટક સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળી, ક્યા પક્ષનો થયો પરાજય
આ તમામ સીટો પર ચૂંટણીના વોર્ડ માટે 8,340 ઉમેદવારો હતાં. ત્યાં જ કોંગ્રેસના 2,306, બીજેપીના 2,203 અને 1,397 જેડીએસના હતાં. આ ચૂંટણીમાં EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ઘણાં ઉમેદવારોને પાર્ટીએ ટીકીટ આપી ન હતી માટે તેઓ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતાં. આવામાં આ અપક્ષ ઉમેદવારોના પરિણામો પણ મહત્વપૂર્ણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેંગલોર: કર્ણાટક સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 105 સ્થાનિક સીટોના 2,662 વોર્ડના અંતિમ આંકડાઓ અનુસાર કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. કુલ 2,662 વોર્ડમાં કોંગ્રેસ 982, બીજેપીએ 929 અને જેડી(એસ)એ 375 સીટો પર જીત મેળવી છે. આ સિવાય 329 સીટો પર અપક્ષ ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. તો ત્યાં જ બીએસપીએ 13 વોર્ડ અને અન્યના ખાતામાં 34 સીટો આવી છે.
નોંધનિય છે કે, વિધાનસભા ચૂંટણી બાદ વધુ એક વખત કોંગ્રેસ અને જેડીએસ એ એક બીજા વિરૂદ્ધ ચૂંટણી લડ્યા છે. આ જ કારણ છે કે, સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ, બીજેપી અને જેડીએસ વચ્ચે કાંટાની ટક્કર છે. 31 ઓગસ્ટે રાજ્યના 105 શહેરી સ્વરાજની ક્ષેત્ર પર ચૂંટણી લડ્યા હતાં. તેમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશન, 53 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. 23 મ્યુનિસિપલ પંચાયતો અને 135 કોર્પોરેશન વોર્ડ માટે મતદાન કરવામાં આવ્યું હતું.
આ પરિણામો પર કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું હતું કે, શહેરી મતદાતાઓ બીજેપીને વોટ આપે છે, પરંતુ આ પરિણામોથી એ સાબિત થયું છે કે હવે શહેરી વોટર પણ કોંગ્રેસ-જેડીએસ સરકારને સંપૂર્ણ બહુમત આપ્યું છે.
કર્ણાટક સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી દેવેગૌડાએ જણાવ્યું હતું કે, અમે સફળ રહ્યા છીએ. જેડીએસ અને કોંગ્રેસે બીજેપીને દૂર રાખવા માટે એક સાથે કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -