કર્ણાટકમાં ભાજપને મોટો આંચકો મળશે તેવું ઓપિનિયન પોલનું તારણ, જાણો વિગત
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણીને લઈને ઓપિનિયન પોલમાં કોંગ્રેસને બહુમતી મળે તેવા દોવા કરવામાં આવી રહ્યો છે. કેટલાક પ્રિ-પોલ સર્વેના તમામ તારણોમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળે તેવા દાવા કરાયા છે. સી ફોર દ્વારા કરાયેલા એક સર્વેમાં કોંગ્રેસને 224 બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસને 118-128 બેઠકો આપી છે. ભાજપને 63-73 બેઠકો મળે તેવી સંભાવના છે.
સર્વે પ્રમાણે ભાજપને 63 થી 73 બેઠકો મળે તેવી સંભાવના છે. જ્યારે બીજી તરફ જેડીએસને 29-36 બેઠકો મળી શકે છે જ્યારે અન્ય પક્ષોને 2 થી 7 બેઠકો આવી શકે તેવા તારણો છે.
ટાઇમ્સ નાઉના પોલ ઓફ પોલ્સના આંકડા પ્રમાણે ભાજપ અને ખાસ કરીને ધુંરધરો ને આંચકો આપનારા છે. એવો અંદાજ વ્યક્ત કરાયો છે કે, 224 બેઠકોમાંથી કોંગ્રેસને 93 બેઠકો મળી શકે છે. આ પહેલાના ટાઇમ્સ નાઉ અને બીએમઆરના 23 એપ્રિલના સર્વેમાં કોંગ્રેસ 91 બેઠકો પર જીત મેળવતી દેખાઇ હતી.
તાજેતરમાં એનજીટી-એનજીના સર્વેમાં કોંગ્રેસને 100 બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરાઇ હતી. જોકે, સીએસડીએસ પોલમાં ભાજપને 92 અને કોંગ્રેસને 88 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી. બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહેલી જેડીએસ સામે આ વિધાનસભા ચૂંટણીમાં પ્રાસંગિક બની રહેવાનો પડકાર છે. આ પાર્ટી છેલ્લા 10 વર્ષથી રાજ્યમાં સત્તાથી દૂર છે. તમામ સર્વેમાં જેડીએસને 35 થી 40 બેઠકો મળતી હોવાનું જણાવાયું છે.
સી ફોરે પ્રમાણે, સર્વેમાં વિશ્વસનીયતા માટે બે થી 95 ટકાનું માર્જિન રાખવામાં આવ્યું હતું. બીજી તરફ અન્ય સર્વેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને બહુમતી સાથેની સત્તાથી દૂર ગણાવાયા છે, જો કે, આ સર્વેમાં પણ કોંગ્રેસને સૌથી વધુ બેઠકો આપવામાં આવી હતી.
સી ફોરે કરેલા સર્વેમાં 61 વિધાનસભા વિસ્તારોમાંથી 6247 મતદારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જ્યારે પ્રાંતોના આધારે બધાને સવાલો કરવામાં આવ્યા હતા. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, વિવિધ જાતિ અને સમુદાયોને સરખી રીતે આ સર્વેમાં સમાવિષ્ટ કરવામાં આવે.