કર્ણાટકની રાજનીતિમાં સુનામી, અપક્ષના બે MLA એ સમર્થન પરત ખેંચ્યું, BJP નેતાનો સરકાર બનાવવાનો દાવો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની રાજનીતિમાં એકવાર ફરી સુનામી આવી ગઇ છે. એચડી કુમારસ્વામી સરકારને સમર્થન આપનાર અપક્ષના બે ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધું છે. તેઓએ સમર્થન પરત ખેંચવાનો પત્ર રાજ્યપાલને મોકલી દીધો છે. એવામાં ફરી એકવાર કર્ણાટકની કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાતા નજર આવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે કર્ણાટકમાં કુલ 224 બેઠકો છે અને કોઈ પણ પક્ષ પાસે પૂર્ણ બહુમત નથી. ભાજપ પાસે 104 સીટો છે. જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 80 અને જેડીએસ 37 સીટો પર જીત મેળવી હતી. અહીં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર છે.
કુમારસ્વામી સરકારને સમર્થન આપી રહેલા ધારાસભ્ય એચ નાગેશ અને આ. શંકરે મંગળવારે સમર્થન પરત ખેંચી લીધું છે. અપક્ષના ધારાસભ્યોનું કહેવું છે કે કૉંગ્રેસ અને જેડીએસમાં કોઈ તાલમેલ નથી. જેથી અમે સમર્થન પરત લઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપ નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી રામનાથ શિંદેએ દાવો કરતા કહ્યું કે આગમી બે-ત્રણ દિવસોમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બની શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના પાંચ ધારાસભ્ય પણ ગાયબ છે. રવિવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કુમારસ્વામી સરકારના મંત્રી ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે રાજ્યમાં ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારા ત્રણ ધારાસભ્ય ભાજપના કેટલાક ધારસભ્ય અને નેતાઓ સાથે મુંબઈની એક હોટેલમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -