કર્ણાટક વિધાનસભામાં CM કુમારસ્વામીએ સાબિત કર્યો બહુમત, BJP એ કર્યું વૉકઆઉટ
બેંગલુરુ: કર્ણાટકમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બહુમત સાબિત કરી દીધી છે. કુમારસ્વામીને 117 ધારાસભ્યએ વિશ્વાસન મત આપ્યા હતા. આ પહેલાજ ભાજપના ધારાસભ્યએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. બીજીપીએ પોતાના ધારાસભ્ય સુરેશ કુમારને વિધાનસભા સ્પીકર પદ માટે ઉતાર્યા હતા. પરંતુ ઉમેદવારી પાછી ખેંચી લેતા કૉંગ્રેસના રમેશ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસદનમાંથી વૉકઆઉટ કરતા ભાજપે કુમારસ્વામી સરકારને ચેતવણી પણ આપી હતી. વિપક્ષ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે 24 કલાકમાં મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું માફ કરે નહીંતર સોમવારે ભાજપ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
સદનમાંથી વૉકઆઉટ કરતા ભાજપે કુમારસ્વામી સરકારને ચેતવણી પણ આપી હતી. વિપક્ષ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે 24 કલાકમાં મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું માફ કરે નહીંતર સોમવારે ભાજપ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
224 બેઠકવાળી કર્ણાટક વિધાનસભામાં 222 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં બહુમત માટે 112 બેઠકની જરૂર હતી. પરંતુ કોઈ પાર્ટીને બહુમત મળી નથી. ભાજપને 104, કૉંગ્રેસ 78 અને જેડીએસને 37 બેઠક અને અન્યને બે બેઠક મળી હતી. કૉંગ્રેસે બીજેપીને સત્તામાંથી બહાર રાખવા મા જેડીએસને રાજ્યમાં સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -