વિરોધમાં ગાંડીતૂર થયેલ કરણી સેનાએ પોતાના જ કાર્યકર્તાની કારને ફૂંકી મારી
રિલીઝ ડેટ આવતા જ ફિલ્મને રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાત સરકારે પોતાને ત્યાં પ્રતિબંધ કરી દીધી હતી. પ્રતિબંધ બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવી જોઈએ. ચાર રાજ્યો દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધને પણ હટાવવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કરણી સેનાના વિરોધ બાદ પદ્માવતી ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવામાં આવ્યું હતું. તેની રિલીઝ તારીખ 25 જાન્યુઆરી કરવામાં આવી હતી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકારે આદેશ પર રિવ્યૂ પિટીશન કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે પદ્માવત રિલીઝ કરનારા સિનેમાઘરોને સુરક્ષા આપવાના આદેશ આપ્યા હતા.
જણાવીએ કે, ભોપાલ ઉપરાંત ગુરુગ્રામ, જયપુર, નોયડા, અમદાવાદમાં કરણી સેનાએ હિંસક પ્રદર્શન કર્યું.
હિંસા ફેલાવવાના મામલે પોલીસે હાલમાં 6 લોકોની ધરપકડ કરી છે. પ્રદર્શનકારી ફિલ્મ ન દર્શાવવાની માગ કરી રહ્યા છે.
કહેવાય છે કે, પ્રદર્શન દરમિયાન કરણી સેના ઉપરાંત હિન્દૂ જાગરણ મંચના પ્રદર્શનકારી પણ હાજર હતા. તેમણે આગ લગાવતા પહેલા ભાજપ નેતા અને મંત્રીઓના પોસ્ટર્સ પણ ફાડ્યા હતા.
આ મામલે ભોપાલ પોલીસના આઈજી યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, ભોપાલની જ્યોતિ ટોકીસ પર કરણી સેનાના કાર્યકર્તા પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે તે હિંસક થઈ ગયા. તેમણે અનેક ગાડીઓમાં તોડફોડ કરી અને MP 04 HC 9653 નંબરની મારુતિ સ્વિફ્ટ કારમાં આગ ચાંપી દીધી હતી. આ કાર તેના જ એક કાર્યકર્તા સુરેન્દ્ર સિંહ ચૌહાણની હતી.
નવી દિલ્હીઃ દેશભરમાં અંદાજે સાત હજાર સ્ક્રીન પર પદ્માવત રિલીઝ થઈ રહી છે. તેના વિરોધમાં કરણી સેનાએ અનેક શહેરમાં હિંસક પ્રદર્શન કર્યા. ભોપાલમાં કરણી સેના હિંસા ફેલાવવાના ચક્કરમાં એટલી ગાંડી થઈ ગઈ કે તેણે ભૂલથી પોતાના જ કાર્યકર્તાની કારને ફૂંકી મારી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -