96 વર્ષના દાદીએ પરીક્ષા આપી રચ્યો ઈતિહાસ, મેળવ્યા 100માંથી 98 માર્કસ
કેરળના 96 વર્ષના દાદીએ સાક્ષરતા અભિયાન હેઠળ પરીક્ષા આપી હતી. જેમાં 42933 લોકો બેઠા હતા. કાર્તિયાની અમ્માએ પરિણામ જાહેર થયુ છે ત્યારે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. તેમણે 100માંથી 98 માર્ક મેળવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરળ સરકારે રાજ્યમાં સાક્ષરતાનો દર 100 ટકા કરવા માટે સાક્ષરતા મિશન શરૂ કર્યુ છે. જેમાં નહી ભણનારા લોકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમની આ ઉપલબ્ધિ માટે રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેમને સર્ટિફિકેટ આપીને સમ્માનિત કર્યા હતા.
કેરળના અલ્પપુજહા જિલ્લામાં 96 વર્ષના કાર્તિયાની દાદીએ રાજ્યભરમાં ચાલી રહેલી સાક્ષરતા મિશન અંતર્ગત અક્ષરાલક્ષ્મણ પરીક્ષા પાસ કરી છે. દાદીએ 100માથી 98 માર્ક મેળવી ઈતિહાસ રચ્યો છે. દાદી કેરળા અલ્પપુજહા જિલ્લાના રહેવાસી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -