SC/ST એક્ટનો વિરોધ કરતા જાણીતા કથાકારની ધરપકડ, કહ્યું- આ લોકતંત્રની હત્યા છે
આગ્રાઃ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એસસી-એસટી) એક્ટનો વિરોધ કરી રહેલા જાણીતા કથાકાર દેવકીનંદન ઠાકુરની આજે આગ્રા પોલીસે ધરપકડ કરી હતી. આજે આગ્રાના ખંદૌલીમાં દેવકીનંદન ઠાકુરની સભા યોજાવાની હતી, જેને તંત્રએ મંજૂરી આપી નહોતી. જેને લઈ ઠાકુર આગ્રામાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તે સમયે જ પોલીસે પહોંચીને તેમની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું હતું કે, ચાર યુગ નિકળી ગયા પરંતુ અમે ન વહેંચાયા પરંતુ જ્યારથી દેશમાં જાતિનું રાજકારણ રમાવા લાગ્યું છે ત્યારથી અમારા ભાગલા પડી ગયા છે. અમે દેશ, સંસ્કૃતિની વાત નથી કરતા. આ કાનૂન બાદ લોકોમાં ડર વધશે કે જો હું આની સાથે બેસીશ તો મને જેલ થશે.
દેવકીનંદન ઠાકુરે આને લોકતંત્રની હત્યા ગણાવી હતી. ઠાકુર 6 સપ્ટેમ્બરે થયેલા સવર્ણ આંદોલનના કથિત નેતા છે. તે એસસી-એસટી એક્ટનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આનાથી સમાજમાં અંતર વધે છે.
દેશ-વિદેશમાં દેવકીનંદન ઠાકુરના હજારો અનુયાયીઓ છે. ઉપરાંત તેમના દેશના ટોચના રાજકારણીઓ સાથે પણ સારા સંબંધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -