આપ મહાગઠબંધનમાં નથી, કેજરીવાલે કહ્યું- અમે બીજેપીની વિરુદ્ધમાં વિપક્ષમાં નથી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, સંજય સિંહે કહ્યું કે, કોંગ્રેસ તરફથી સમર્થન નથી માંગવામાં આવ્યુ એટલા માટે પાર્ટી વૉટિંગથી બહાર રહેશે.
જોકે, આ મામલે કોંગ્રેસના નેતા અજય માકનને આપને વધારે ઘમંડ ના કરવાની વાત કહી છે, તેમને કહ્યું કે 2013 માં કોંગ્રેસે તેમનું સમર્થન ના કર્યું હોય તો AAP આજે ઇતિહાસ બની ગઇ હોત. તો આટલી નાની વાતે કેજરીવાલે આટલું મોટી જાહેરાત કરી દીધી.
રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી માટે AAP થી સંપર્ક ના કરવાને લઇને કાલે પાર્ટીના નેતા રાહુલ ગાંધીને કટાક્ષ પણ કરી રહ્યાં હતાં, હવે કેજરીવાલ પાર્ટીનું સ્ટેન્ડ એકબાજુથી ક્લિયર કરી દીધું છે.
નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલા અત્યાર સુધી મોદી સરકાર વિરુદ્ધ મહાગઠબંધનનું માળખું તૈયાર થઇ ગયું છે અને સંભવિત પાર્ટનર પણ આનામાં સામેલ થઇ રહ્યા છે. જોકે હવે આ મહાગઠબંધનમાં કેજરીવાલે કિનારો કરી દીધો છે. કેજરીવાળે હરિણામાં જાહેરાત કરી દીધી છે કે, અમે 2019માં બીજેપીની વિરુદ્ધ મહાગઠબંધનનો ભાગ નથી. કેજરીવાલે આના પાછળના તર્ક પણ ગણાવી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -