કેરળમાં 12 વર્ષનો છોકરો 16 વર્ષની છોકરીને ગર્ભવતી કરી બન્યો પિતા
બાળકીના અને પિતાના ડીએનએ પણ મેચ થયા છે. જેથી આ કિશોર બાળકીનો પિતા છે એ સુનિશ્ચિત થયું છે. અહેવાલો પ્રમાણે કિશોર અને કિશોરી બંને પારિવારિક રીતે સંબંધી છે. મેડિકલ હોસ્પિટલ, તિરૂવનંતપુરમના પ્રોફેસર ડો. પી. કે. જબ્બરે કહ્યું હતું, 'આ ઘટનામાં બાળકની જે મેડિકલ સ્થિતિ રહી તેને 'પ્રીકોશિયસ પ્યુબર્ટી' કહે છે. આ સ્થિતિમાં બાળકને નાની વયમાં પ્યુબર્ટી આવે છે. અમારી જાણમાં ૧૨ વર્ષની વયે કોઈ બાળક પિતા બન્યો હોય એવો કિસ્સો અમારી જાણમાં નથી.'
અહેવાલો પ્રમાણે આ ૧૨ વર્ષીય કિશોરે એક ૧૬ વર્ષીય કિશોરીને માતા બનાવી છે. આ કિશોર એક બાળકીનો પિતા બન્યો છે. આ ઘટના થોડા મહિના અગાઉની છે. જો કે આ બાળક પિતા સામે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોસ્કો) એકટ હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
કેરળઃ મહિલાઓની સાથે દુષ્કર્મ, છેડછાડ જેવી ઘટનાઓ દેશમાં સામાન્ય થઈ ગઈ છે. દરરોજ કોઈને કોઈ શહેરમાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. હાલમાં જ એક અત્યંત ચોંકવનારી ઘટના કેરળમાં સામે આવી છે જેમાં એક ૧૨ વર્ષીય બાળક ભારતનો સંભવતઃ સૌથી નાની વયનો પિતા બન્યો છે.