કેરળમાં ભારે વરસાદથી મૃતકોની સંખ્યા વધીને 167 થઇ, 14 જિલ્લામાં રેડ એલર્ટ
વરસાદના કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ મુશ્કેલી થઈ રહી છે. કેરળમાં વાહનવ્યવહાર અને રેલવેના અનેક રૂટો પ્રભાવિત થયા છે. પીએમ મોદી શુક્રવારે એટલે કે આજે કેરળની મુલાકાત લઈ શકે છે અને શનિવારે હવાઈ નિરીક્ષણ કરી શકે છે. મુખ્યંમંત્રી પી વિજયને રાજ્યના તમામ સંભવિત સહાયતા કરવાનું આશ્વાસન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતિરુવનંતપુર: કેરળમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી પીનરાઈ વિજયને આજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 167 થઈ ગઇ છે. નોંધનીય છે કે આ પહેલા મૃતકોની સંખ્યા 97 હતી. ગુરુવારે કેરળમાં 30 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ભારે વરસાદ અને લેન્ડ સ્લાઈડના કારણે 14 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યા છે.
ભારતીય નૌસેના ત્રિચુર, અલૂવા અને મવૂત્તુપુઝામાં ફસાયેલા લોકોને હવાઈ માર્ગે રેસ્ક્યુ કરી રહ્યા છે. રાજ્યમાં દોઢ લાખથી વધુ લોકો ઘર વિહોણા અને વિસ્થાપિત લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -