કેરળમાં ભયાનક પૂરના કારણે 29 લોકોના મોત, 54 હજાર લોકો થયા બેઘર
ઘણી જગ્યાઓ પર રસ્તાઓ તુટી જવાના કારણે પર્યટકો ફસાયા છે જેમને સુરક્ષિત જગ્યા પર લઈ જવા માટે એનડીઆરએફની ટીમો મદદ કરી રહી છે. થલસેના, એનડીઆરએફના જવાનો હાલ બચાવકાર્યમાં લાગ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનદીઓમાં ઘોડાપૂરને કારણે રાજ્યના ૨૪ બંધના દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. સૌથી વધુ વિનાશ પેરિયાર નદીનાં પૂરે વેર્યો છે. પેરિયારના કાંઠાવિસ્તારોમાંથી 10,000 લોકોને સ્થળાંતર કરાવાયું છે.
કેરળના વાયાનાડ, ઇડુક્કી, અલાપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, પલક્કડ, મલ્લાપુરમ, કોઝિકોડ, કોલ્લમ, પથાનામ્થિટ્ટા અને કોલ્લમ એમ 11 જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે. અનરાધાર વરસાદને કારણે ઇડુક્કી જળાશયના તમામ પાંચ દરવાજા ખોલાતાં પેરિયાર અને ચેરુથોની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં.
તિરૂવનંતપુરમ: કેરળમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. રાજ્યમાં આવેલી 40 નદીઓમાં પૂરની સ્થિતિ છે. ભારેો વરસાદ બાદ પૂરના કારણે મૃત્યુંઆંક 29 થયો છે, જ્યારે 54 હજાર લોકો બેઘર થયા છે. પૂરના કારણે વધારે પ્રભાવિત 14 જિલ્લામાંથી 7 ઉત્તરી જિલ્લાઓમાં થલસેનાની પાંચ ટુકડીઓ રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -