કેરળ પૂર: મૃતકોની સંખ્યા વધીને 357 થઇ, 10 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ
પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂરમાં ફસાયેલા 10, 467 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં એક નિયંત્રણ ટીમ દિવસ રાત સ્થિતિ પર નજર રાખી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી રહેલી અન્ય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.
નવી દિલ્હી: કેરળમાં વરસાદના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. 100 વર્ષમાં ક્યારે એવી કેરળવાસીઓને જોઈ નહીં હશે.એનડીઆરએફની ટીમે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહેલા કરેળના વિભિન્ન વિસ્તારોમાંથી 10 હજારથી વધારે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અનુસાર, અત્યાર સુધી દેશનું આ સૌથી મોટુ રાહત અને બચાવ અભિયાન છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે.
યુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે કેરળમાં ભીષણ પૂરનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. કેરળની મદદ માટે સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)એ કમિટી બનાવી છે જે પૂરપ્રભાવિત લોકોની મદદ કરશે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મોખ્તુમને કેરળના લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.
કેરળમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત નીપજ્યા છે. કેરળ સૌ વર્ષના સૌથી ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. 44 જેટલી નદીઓ ઉફાન પર છે. રાજ્યના 39 ડેમોમાંથી 35 ડેમમાં પાણી ઓવર ફ્લો થઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -