મેઘતાંડવ: ભારે વરસાદથી કેરળમાં કેવા થયા હાલ, જુઓ આકાશમાંથી ક્લિક કરેલ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશુક્રવારનાં રોજ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કેરળને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત પણ કરી છે. શુક્રવારનાં આજનાં રોજ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં અંતિમ સંસ્કાર બાદ નરેન્દ્ર મોદી કેરળ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શનિવારનાં રોજ PM મોદી પૂરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું.
ટ્રેન અને માર્ગ પરિવહન સેવાઓ ઠપ થઇ ગઇ છે. માર્ગ અને ઇમારતોમાં પણ પાણી ભરાઇ ગયાં છે. માર્ગો પર પાણી એટલું ભરાઇ ગયું છે કે લોકોને બહાર નીકાળવા માટે હોડીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેરળ સરકારે પૂરગ્રસ્ત પીડીતોની મદદને માટે લોકોને દાન આપવાની અપીલ કરી છે. donation.cmdrf.kerala.gov.in પર જઈને કોઈપણ પૂરગ્રસ્ત પીડિતોની મદદ કરી શકે છે.
કેરળમાં ભારે વરસાદને પગલે 324 લોકોનાં મોત થયા છે અને બે લાખ 23 હજાર 139 લોકો બેઘર થઇ ગયાં છે. આ લોકો 1500થી વધારે રાહત કેમ્પોમાં આસરો લીધો છે. કેરળ CMO તરફથી આની વિશેષ જાણકારી આપવામાં આવી છે. મૂશળધાર વરસાદ અને પૂરને લઇને કોચ્ચિ એરપોર્ટમાં પણ પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાવાને કારણે શનિવાર સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તિરુવનંતપુરમઃ કેરળમાં વરસાદ અને પૂરથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે ત્યારે કેરળની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન મોદી આજે કેરળ પહોંચ્યા હતાં જ્યાં હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું. કેરળમાં ભારે વરસાદને 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કેરળના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદને પગલે 80 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -