કેરલમાં આવેલા જળપ્રલય બાદ 500 કરોડની સહાયની PM મોદીની જાહેરાત
કેરલમાં આવેલા સદીના સૌથી મોટા જળ પ્રલયના પગલે 324 લોકોના મોત નીપજ્યા છે. દરમિયાન કેરાલાની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. પીએમ મોદીએ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનુ હવાઈ સર્વેક્ષણ કર્યુ હતુ. એ પછી મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. વરસાદના કારણે કેરલમાં 20000 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ હોવાનો અંદાજ છે. કેરાલા સરકારે કેન્દ્ર સરકાર પાસે 2000 કરોડની સહાયતા માંગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનડીઆરએફની સાથે સેના, નૌસેના, વાયુસેનાએ પૂરગ્રસ્ત પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાનું કાર્ય શરૂ કર્યું છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં પહાડ તુટવાના કારણે ત્યા રહેતા ગામ લોકો સંપર્ક વિહોણા થયા છે.
ટીવી ચેનલોના માધ્યમથી પ્રસારિત એક વીડિયો ફૂટેજમાં એક પ્રેગ્નેટ મહિલાને નૌસેના દ્વારા હેલિકોપ્ટરમાં એક દરોડાના મદદથી ઉપર પહોચાડવામાં આવી હતી.
મહિલાઓ, બાળકો અને મોટી ઉંમરના સેંકડો લોકો આવી જગ્યાઓ પર ફસાયા છે જ્યાં નૌસેનાનું પહોંચવું મુશ્કેલ છે. તે લોકોને રક્ષા મંત્રાલયના હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢી સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -