✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોલર સ્કેમઃ સેક્સના બદલામાં મદદ કરવાનો CM પર આરોપ લગાવનારી સરિતાને જેલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Dec 2016 12:52 PM (IST)
સોલર સ્કેમઃ સેક્સના બદલામાં મદદ કરવાનો CM પર આરોપ લગાવનારી સરિતાને જેલ
1

2

સરિતા તે પોતાના પ્રભાવના કારણે કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કામ કરે છે. સરિતાને અંગ્રેજી, હિન્દી અને મલયાલમ ભાષા બહુ સારી રીતે આવડે છે. સરિતાના લગ્ન દુબઈમાં રહેતા રાજેન્દ્ર સાથે કરાવ્યા હતા. લગ્ન સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષ હતી. જોકે, થોડા સમયમાં બંન્ને અલગ થઇ ગયા હતા. સરિતાને એક દીકરો છે.

3

આ કેસમાં સરિતાએ સીએમ ઓમન ચાંડી ઉપર પણ શારીરિક સંબંધ બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ચાંડીને જ્યુડીશિયલ કમીશન સામે હાજર થવું પડ્યું હતું. અંદાજે 14 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ કેરળના પહેલા સીએમ છે જેમને જ્યુડીશિયલ કમીશન સામે હાજર થવું પડ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની સામે રાજકીય કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

4

આ કેસમાં સરિતાને થોડા મહિના જેલમાં રહ્યા પછી જામીન મળી ગયા હતા.જોકે રાધાકૃષ્ણન તેની પત્નીના મર્ડર કેસમાં હજુ પણ જેલમાં છે. કોર્ટે આ કેસમાં બાકી 3 આરોપીઓ મલયાલમ ફિલ્મ- ટીવી એક્ટ્રેસ સાલુ મેનન, તેની મા કલાદેવી અને મણિકંદનને મુક્ત કરી દીધા છે.

5

આ કેસમાં સરિતા અને રાધાકૃષ્ણનને લોકોને ત્યાં સોલર પેનલ લગાવવાની રજૂઆત કરી હતી. આ પ્રોજેક્ટમાં તેમણે ઘણાં લોકો પાસેથી કરોડો રૂપિયા ભેગા કર્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે, સરિતા અને રાધાકૃષ્ણન વિરુદ્ધ કે.એમ. સાજિદે કેસ દાખલ કર્યો હતો. સરિતા અને રાધાકૃષ્ણને સાજિદ પાસેથી રૂ. 40 લાખ લીધા હતા.

6

કોચ્ચિ: કેરળના સોલર સ્કેમના બે દોષિતો સરિતા એસ નાયર અને બીજુ રાધાકૃષ્ણનને દગાખોરીના કેસમાં 3-3 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે બંન્નેને રૂ. 10-10 હજારનો દંડ પણ કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં આ કેસના કારણે ખૂબ વિવાદ ઊભો થયો હતો. ત્યારે સરિતાએ આરોપ લગાવ્યો હતો કે, સેક્સ કરવાના બદલામાં નેતા, મંત્રી, સાંસદ, વિધાયક અને તેમના પ્રાઈવેટ સેક્રેટરીએ આ કૌભાંડમાં તેની મદદ કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • સોલર સ્કેમઃ સેક્સના બદલામાં મદદ કરવાનો CM પર આરોપ લગાવનારી સરિતાને જેલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.