BJP કેરાલામાં મોટો ખેલ પાડવાની ફિરાકમાં, પીએમ મોદીએ કેરાલાના આ સુપરસ્ટાર સાથે કરી મુલાકાત
એવી પણ ચર્ચા છે કે, મોહનલાલને ભાજપ તિરૂવનંતપુરમ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના બહુચર્ચિત નેતા શશિ થરૂર વિરૂદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, આરએસએસનું પણ મોહનલાલને પુરૂ સમર્થન છે. આ મુલાકાત્ગને લોકસભાની ચૂંટણી પહેલા કેરાલા અને દક્ષિણ ભારતની રાજનીતિ માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર મોહનલાલ જો ભાજપમાં સામેલ થાય તો રાજ્યમાં પાર્ટી કાર્યકર્તાઓના મનોબળમાં ખુબ વધારો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેરાલા સિનેમા એટલે કે, ‘મોલીવૂડ’ પર રાજ કરનારા મલયાલમ ફિલ્મોમા સુપરસ્ટાર મોહનલાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન અને મોહનલાલ બંનેએ ટ્વિત કરીને આ બાબતની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને એક ઉત્કૃષ્ઠ વ્યક્તિ ગણાવ્યા હતાં.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વામદળો અને કોંગ્રેસના ગઢ એવા કેરળમાં મોહનલલાલના કરોડો પ્રશંસકોનો લાભ ભાજપને મળી શકે છે. મોહનલાલ કેરળમાં ખુબ મોટું નામ છે. તેમણે કહ્યું હતું કે આરએસએસ મોહનલાલને ભાજપમાં શામેલ કરાવવા ઘણા જ સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત ખુબ જ મહત્વની છે. જોકે કેરળ ભાજપના નેતા મુરલીધરે એવી કોઈ જ શક્યતાનો ઈનકાર કરી દીધો છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો મોહનલાલ ભાજપમાં શામેલ થાય તો, તેમનું સ્વાગત છે.
મોહનલાલ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ‘મારી મોહનલાલજી સાથે સારી મુલાકાત થઈ છે. તેમની વિનમ્રતા ખરેખર પ્રશંસનિય છે. સામાજીક સેવાના ક્ષેત્રમાં તેમના વ્યાપક પ્રયાસ ખરેખર વખાણવાલાયક અને ખુબ જ પ્રેરણાદાયી છે. રાજનૈતિક વિશ્લેષકો અનુંસાર ‘ભગવાનના પોતાના દેશ’ કેરળમાં કમળ ખીલવવા માટે ભારે પ્રયાસ કરી રહેલી ભાજપ મોહનલાલને કેરળમાં પોતાના ‘ટ્રંપ કાર્ડ’ તરીકે ઉપયોગ કરી શકે છે.
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મોહનલાલે સોમવારે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, તેમને મોદી સાથે મુલાકાત કરીને તેમને કેન્સર કેર સેન્ટર વિશે માહિતી આપી, સાથે જ પીએમને Global Malayalee Round tableનું પણ આમંત્રણ આપ્યું. આ મુલાકાત બાદ અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે કે, બીજેપી મોહનલાલને કેરાલાની રાજધાની તિરુવનંતપુરમમાંથી ટિકીટ આપી શકે છે. આવામાં મોહનલાલની 2019 ની લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા શરૂ થઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -