કર્ણાટકના ‘નાટક’ માં કેરળ ટૂરિઝમની થઈ એન્ટ્રી, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસબા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હોવા છતાં સ્પષ્ટ બહુમત મેળવી શક્યો નથી. સરકાર બનાવવા ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ વચ્ચે દાવ-પેચ રમાઈ રહ્યો છે. આ દરમિયાન મંગળવારે કેરળ ટૂરિઝમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક એવું ટ્વિટ કરવામાં આવ્યું, જેનો રાજકીય મતલબ નીકાળવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્થિતિમાં કેરળ ટૂરિઝમનું આ ટ્વિટ રિસોર્ટ પોલિટિક્સની યાદ અપાવી રહ્યું છે.
ગુજરાતમાં થોડા મહિના પહેલા રાજયસભા ચૂંટણી વખતે ધારાસભ્યોને ખરીદ-વેચાણથી બચાવવા માટે કોંગ્રેસ બેંગ્લોરમાં તેના નેતા ડીકે શિવકુમારના રિસોર્ટમાં લઈ ગઈ હતી.
કેરળ ટૂરિઝમે મંગળવારે ટ્વિટ કરીને લખ્યું કે, કર્ણાટકના પરિણામો બાદ અમે તમામ ધારાસભ્યોને કેરળના સુરક્ષિત અને ખુબસુરત રિસોર્ટમાં રોકાવાનું આમંત્રણ આપીએ છીએ. જોકે બાદમાં આ ટ્વિટને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -