ખેડૂતોમાં ફરી આક્રોશ, હજારો ખેડૂતો આજે દેવા માફીની માંગને લઇને મોદી સરકારને દિલ્હીમાં ઘેરશે, કરશે સંસદ માર્ચ
સમિતિના મહાસચિવ અવીક શાહા અને સ્વરાજ ઇન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવની આગેવાનીમાં દક્ષિણ પશ્ચિમી દિલ્હીના બિજવાસનથી સવારે શરૂ થયેલી ખેડૂત મુક્તિ યાત્રા લગભગ 25 કિલોમીટરની પદયાત્રા કરીને સાંજે રામલીલા મેદાન પહોંચશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંદોલનમાં જોડાવવા માટે નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામથી ખેડૂતો આવી રહ્યાં છે.
ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સાથે ડૉક્ટર, વકીલ, પૂર્વ સૈનિક, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સાથે સાથે ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી આક્રોશ રેલી કરીને માર્ચ પણ કરશે.
દેશના જુદાજુદા ભાગોમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ લગભગ 200 ખેડૂત સંગઠનો, રાજકીય પક્ષો અન્ય સામાજિક સંગઠનો ખેડૂતોની માંગનુ સમર્થન કરતાં આ આંદોલનમાં જોડાયા છે.
નવી દિલ્હીઃ ખેડૂતોના દેવા માફ કરવા અને પાકને ટેકાના ભાવ યોગ્ય રીતે આપવા માટે આજે દિલ્હીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થશે. ખેડૂતો બે દિવસીય આ આંદોલનમાં મોદી સરકાર સામે મોરચા માંડશે. દિલ્હીના રામલીલા મેદાન પર આંદોલન કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -