કરૂણાનિધિ પરીણિત હોવા છતાં પ્રેમિકા રાખતા, સવાર પત્નિ સાથે ને રાત પ્રેમિકા સાથે ગુજારતા, જાણો વિગત
રજતિ અમ્મલે કરૂણાનિધિ સાથેના સંબંધથી 1968માં કનિમોઝીના જન્મ પછી કરૂણાનિધીએ રજતિ અમ્મલને પોતાની પુત્રીની માતાનો દરજ્જો આપ્યો પણ તેની સાથે લગ્ન કર્યા નહોતાં. મીડિયા રિપોર્ટ પ્રમાણે કરૂણાનિધી સવારે એક પત્ની સાથે રહેતા અને રાત્રે બીજી પત્ની સાથે રહેતા હતા.
કરૂણાનિધિ એક સાથે બે મહિલાઓ સાથે સંબંધ રાખતા તેથી તેમના વિરોધીઓ દ્વારા તેમની ટીકા પણ કરવામાં આવતી. જયલલિતા સતત આ મામલે પ્રહાર કરતાં અને કરૂણાનિધિ માટે સ્ત્રી પોતાની વાસના સંતોષવાનું રમકડું છે તેમ કહેતા પણ કરૂણાનિધિ આ વાતોને ગણકારતા નહોતા.
કરૂણાનિધિએ પોતાની પાર્ટી ડીએમકે તરફથી ચલાવવામાં આવેલી ઝુંબેશમાં સ્વંય મર્યાદા કલ્યાણમ હેઠળ રજતિ અમ્મલ સાશે લગ્ન કર્યા હતા પણ કાનૂની રીતે ત્રીજી પત્ની રજતિ અમ્મલને પત્ની તરીકે સ્વીકારી નહોતી. રજતિ સાથે તેમણે ફ્રેન્ડશીપના કરાર કર્યા હતા અને તેની સાથે જ રહેતા હતા.
કરૂણાનિધિનાં પહેલાં પત્ની પદ્માવતીનું 1944માં અવસાન પછી તેમણે દયાલુઅમ્મલ સાથે તેમને લગ્ન કર્યા હતા. તેમનો રાજકીય વારસ સ્ટાલિન દયાલુઅમ્મલનો દીકરો છે. કરૂણાનિધિને 60ના દાયકામાં રજતિ અમ્મલ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. કરૂણાનિધિ પરીણિત હોવા છતાં તેમણે રજતિ અમ્મલ સથે સંબંધો બાંધ્યા હતા.
ચેન્નાઈઃ તમિલનાડુના રાજકારણમાં મોટું માથું મનાતા કરૂણાનિધિનું લાંબી માંદગી બાદ મંગળવારે અવસાન થયું. પોતાની રાજકીય કારકિર્દી માટે વિવાદમાં રહેલા કરૂણાનિધીનું અંગત જીવન પણ વિવાદાસ્પદ હતું. કરૂણાનિધીએ ત્રણ ત્રણ લગ્ન કર્યા હતા અને વરસો સુધી એક સાથે બે સ્ત્રીઓ સાથે સંબંધો હતા.