આખરે કેમ તમિલનાડૂમાં જયલલિતાને ‘ભગવાન માનતા હતા પ્રશંસકો’, જાણો
જયલલિતા પોતાના રાજનૈતિક ગુરુ એમજી રામચંદ્રન પછી સત્તામાં સતત બીજી વખત આવનાર તમિલનાડૂમાં પહેલી રાજનીતિજ્ઞ હતી. તમે આને ઈત્તેફાક ના કહી શકો કે એમજીઆરની હેટ્રિક પછી કોઈ પણ પાર્ટી અત્યાર સુધી તમિલનાડૂમાં સતત બીજી ઈનિંગ પણ રમી શકી નથી. તમિલનાડૂમાં માત્ર એમજી રામચંદ્રન જ હતા, જેમને 1977થી 1988 સુધી સતત ત્રણ ચૂંટણી જીતીને હેટ્રિક લગાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: તનિલોની વચ્ચે અમ્માના નામથી લોકપ્રિય જયલલિતાએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં જનતાને પ્રભાવિત કરનાર ઘણા કામ કર્યા હતા. જયલલિતાએ ‘અમ્મા કેંટીન’ શરૂ કરી હતી, જ્યાં ખૂબ ઓછા ભાવમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું.
આટલું જ નહીં, જયલલિતાએ પોતાના શાસન દરમિયાન જનતા માટે અમ્મા નામની એક નવી બ્રાંડ જ શરૂ કરી દીધી હતી. તમિલનાડૂમાં અમ્મા મિનરલ વૉટર, અમ્મા શાકભાજીની દુકાન, અમ્મા ફાર્મસી, આટલું જ નહીં અમ્મા સિમેન્ટ પણ સસ્તા ભાવે બજારમાં મળવા લાગ્યા હતા.
જયલલિતાની સફળતાનું એક મોટું કારણ એ પણ છે કે તેમના ઉપર ક્યારેય પણ મોટા ભ્રષ્ટાચારનો કોઈ મોટો આરોપ લાગ્યો નથી. કર્ણાટક હાઈકોર્ટમાંથી ભ્રષ્ટાચારના જૂના કેસોમાંથી છૂટકારો મળ્યા પછી તેમની પ્રત્યે તેમના સમર્થકોનું મનોબળ સતત વધતું ગયું હતું.
તમિલનાડુની રાજનીતિમાં 68 વર્ષની જયલલિતાની કરિશ્માઈ વ્યક્તિત્વનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવે છે કે જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેંદ્ર મોદીની બાકી તમામ રાજ્યોમાં આંધી ચાલી રહી હતી, તે વખતે જયલલિતાની પાર્ટીએ તમિલનાડૂમાં 39માંથી 37 સીટો ઉપરથી જીત હાંસલ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -