કર્ણાટકના કિંગમેકર કુમારસ્વામીનું શું છે ‘શોલે’ કલેકશન ? જાણો વિગત
પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી રામાનગરમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના પત્ની અનીતા ચન્નપટ્ટણ 2013ની વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન પરિવહન મંત્રી અને કોંગ્રેસ નેતા એચ.એમ.રેવન્ના સામે હારી ગયા હતા, જે બાદ આ વખતે ખુદ કુમારસ્વામીએ અહીંથી ફોર્મ ભર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1996માં દેવગૌડા વડાપ્રધાન બન્યા બાદ યોજાયેલી પેટા ચૂંટણી અને 1999 વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર લિંગપ્પા વિજયી થયા. 2004માં એચ.ડી.દેવગૌડાના પુત્ર કુમારસ્વામીએ અહીંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને લિંગપ્પાને 25 હજાર વોટથી હરાવ્યા. જે બાદ 2008માં કુમારસ્વીએ 47 હજાર વોટથી ચૂંટણી જીતી. 2009 લોકસભા ચૂંટણીમાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા. જે બાદ પેટાચૂંટણીમાં લિંગપ્પાએ જેડી-એસના ઉમેદવારને 22,000 વોટથી હરાવ્યા. 2014માં કુમારસ્વામીએ ફરી એક વખત વિધાનસભા ચૂંટણી લડ્યા અને કોંગ્રેલની મહિલા ઉમેદવારને 25 હજાર વોટથી હરાવ્યા.
રામાનગર સીટ પર કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સી.એમ. લિંગપ્પા અને જેડી-એસ અધ્યક્ષ દેવગૌડાના પરિવાર પર લાંબા સમયથી મુકાબલો થતો આવ્યો છે. લિંગપ્પાએ 1985માં અહીંથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જે બાદ 1989માં તેમણે જેએનપીના ઉમેદવારને 38 હજાર વોટથી હરાવ્યા હતા. 1994માં એચ.ડી.દેવગૌડાએ લિંગપ્પાને નવ હજાર વોટથી હરાવ્યા અને મુખ્યમંત્રી બન્યા.
કુમારસ્વામી ખુદને લોકોનો મુખ્યમંત્રી કહે છે. આ પાછળનું કારણ છે કે કુમારસ્વામી 2006થી 2007 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. આ દરમિયાન કર્ણાટકનો જીડીપી ઘણો ઉચ્ચ સ્તર પર હતો.
બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. જોકે કોંગ્રેસે જનતા દળ (સેક્યુલર)ને ટેકો આપવાનું જાહેર કર્યું છે. કર્ણાટક ચૂંટણીમાં સતત કિંગમેકરની ભૂમિકમાં નજરે પડી રહેલા કુમારસ્વામીનું નામ હવે સીએમ પદના ઉમેદવાર તરીકે સામે આવી રહ્યું છે.
રામાનગરની ટેકરીઓને જોવા આજે દેશભરમાંથી પર્યટકો અહીં આવે છે. અહીં લોકકલા અને સંસ્કૃતિનું એક નાનું સંગ્રહાલય પણ છે. વિશ્વભરમાં જાણીતી મૈસૂરની રેશમ સાડીઓને પણ રામાનગરના રેશમનો ઉપયોગ કરીને જ વણવામાં આવે છે.
કુમારસ્વામીનો પણ આ સ્થળ સાથે સંબંધ છે. શોલે ફિલ્મે રામનગરને ફેમસ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર લીડ રોલમાં હતા. આ ફિલ્મમાં અહીંની ટેકરીઓમાં ફિલ્મનું શૂટિંગ થયું હતું.
જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમારસ્વામી પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાના પુત્ર છે. કુમારસ્વામી ચન્નાપટ્ટના અને રામાનગર વિધાનસભા ચૂંટણી લડ્યા અને રામનગર સીટથી તેમને જીત મળી. રામાનગર 70ના દાયકામાં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ શોલેના શૂટિગ વખતે સમાચારમાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -