Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
લાલ કિલ્લા પરથી PM મોદીએ પાંચમી વખત કેટલી મિનિટ કર્યું સંબોધન, જાણો ક્યારે કર્યું હતું સૌથી લાંબુ ભાષણ
2017માં મોદીએ 56 મિનિટનું ભાષણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2016માં તેમણે 94 મિનિટનું ભાષણ કર્યું હતું. જે એક રેકોર્ડ છે. 15 ઓગસ્ટ 1947માં દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 72 મિનિટનું ભાષણ આપ્યું હતું. દોઢ કલાકથી વધારે સમય આપેલા ભાષણ બાદ પીએમે મન કી બાતમાં કહ્યું હતું કે લોકોએ મારા ભાષણની ફરિયાદ કરી હતી. હવેથી હું તેને ટૂંકાવવાનો પ્રયત્ન કરીશ.
મોદી વડાપ્રધાન બન્યા તે વર્ષ એટલે કે 2014માં 65 મિનિટ પ્રજા જોગ સંબોધન કર્યું હતું. 2015માં 86 મિનિટનું સંબોધન કર્યું હતું.
મોદી લાલ કિલ્લા પરથી કેટલી મિનિટ ભાષણ કરશે અને ક્યા મુદ્દાનો સમાવેશ કરશે તેના પર સૌની નજર રહેશે. વર્ષ 2016માં પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 94 મિનિટ સુધી ભાષણ આપીને તેમનો જ રેકોર્ડ તોડ્યો હતો.
નવી દિલ્હીઃ 72માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. આ પહેલા તેમણે ચાર વખત દેશને વિકાસની ઊંચાઈ પર લઈ જનારા વાયદા કર્યા. પીએમ મોદી લાલ કિલ્લા પરથી પાંચમું અને કાર્યકાળનું અંતિમ ભાષણ આપ્યું હતું. 82 મિનિટના ભાષણમાં મોદીએ અનેક બાબતો પર ભાર મૂક્યો હતો. મોદીએ આ વખતે આપેલું ભાષણ છેલ્લાં પાંચ વર્ષનું બીજું સૌથી મોટું ભાષણ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -