પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર ગુજરાતના ક્યા દિગ્ગજ નેતા સહિત 7 લોકોને કર્યા ફોલો, જાણો વિગત
મળતી માહિતી મુજબ પ્રિયંકાના સોશિયલ મીડિયા કેમ્પેનની જવાબદારી કોંગ્રેસની સોશિયલ મીડિયા તથા ડિજિટલ કમ્યુનિકેશનની પ્રભારી દિવ્યા સ્પંદના જ સંભાળશે. દિવ્યાના વ્યંગ્યાત્મક પોસ્ટ અને ટ્વિટ ખૂબ ધૂમ મચાવતા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રાજનીતિમાં પૂરી રીતે સક્રિય થયા બાદ પ્રિયંકા ગાંધી હવે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થયા છે. ટ્વિટર પર પ્રિયંકાનું વેરિફાઇડ એકાઉન્ટ પણ એક્ટિવ થઈ ગયું છે. ટ્વિટર પર આવતાં જ તેના ફોલોઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ, ભાઇ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ, પાર્ટી મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ફોલો કર્યા છે.
પ્રિયંકા ગાંધી ટ્વિટર પર સક્રિય થયાને 24 કલાક નથી થયા ત્યાં ફોલોઅર્સની સંખ્યા 76 હજારને પાર કરી ગઈ છે. પ્રિયંકાએ ગાંધીએ અત્યાર સુધીમાં માત્ર 7 લોકોને ફોલો કર્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનો પણ સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -