UPમાં સપા-બસપા કેટલી સીટો પર લડશે લોકસભા ચૂંટણી, જાણો વિગત
કોંગ્રેસ માટે 2 સીટ છોડવામાં આવી છે. અન્ય નાના પક્ષોને બે સીટ આપવામાં આવશે. લોકસભા ચૂંટણી લડવા અંગે માયાવતીએ કહ્યું કે, આ અંગે તમને પછીથી જણાવીશ. ગઠબંધનની જાહેરાત બાદ બંને પક્ષના કાર્યકર્તાઓ ફટાકડાં ફોડી ઉજવણી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેસ કોન્ફરન્સ દરમિયાન માયાવતીએ બંને પક્ષો કેટલી સીટ પર લોકસભા ચૂંટણી લડશે ? તેના પરથી પડદો ઉઠાવતાં કહ્યું કે, યુપીમાં લોકસભાની 80 સીટો પૈકી બીએસપી અને એસપી 38-38 સીટ પર ચૂંટણી લડશે.
લખનઉઃ લખનઉઃ અયોધ્યા આંદોલન દરમિયાન બીજેપીને રોકવા માટે 1993માં મુલાયમ સિંહ યાદવ અને કાંશીરામે હાથ મિલાવ્યા હતા. જેના 26 વર્ષ બાદ ફરી એકવખત મુલાયમ સિંહના દીકરા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતી ફરી એક વખત સાથે આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી અને તે બાદ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બંને પક્ષોએ ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે ફરી ગઠબંધન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -