મીલના ક્લાર્કમાંથી આ રીતે બન્યા કર્ણાટકના સીએમ, ક્લિક કરી જાણો યેદિયુરપ્પાની રાજકીય સફર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપણ પીએમ મોદી જાણતા હતા કે યેદિયુરપ્પાનો જાદુ કર્ણાટકમાં કમળ ખીલાવી શકે છે. એટલા માટે 2014 ની લોકસભા ચૂંટણીમાં મોદી યેદિયુરપ્પાને બીજેપીમાં ફરીથી લઇને આવ્યા. કર્ણાટકમાં લોકસભાની બીજેપીએ ત્યારે 17 બેઠકો જીતી હતી.
યેદિયુરપ્પા માટે બધુ ઠીક ના રહ્યું ત્યારે 2011 માં તેમના પર ખનન ગોટાળાના આરોપ લાગ્યા. બીજેપીએ દબાવએ દબાણ કર્યુ તો સીએમની ખુરશી સાથે બીજેપી પણ છોડી દીધી અને અલગ પાર્ટી બનાવી લીધી. બીજેપી અને યેદિયુરપ્પાના આ ઝઘડાનો કોંગ્રેસ અને સિદ્ધારમૈયાને ફાયદો થયો અને વર્ષ 2013 માં યેદિયુરપ્પા વિના બીજેપી હારી ગઇ.
નારાજ યેદિયુરપ્પા કુમારસ્વામીની સરકારમાંથી અલગ થઇ ગયા, બાદમાં ફરીથી ગઠબંધન થયું અને યેદિયુરપ્પા સીએમ બન્યા પણ સાત દિવસની અંદર જ ફરી એકવાર ગઠબંધન તુટી ગયું. આ ઝટકા બાદ યેદિયુરપ્પાએ કર્ણાટકમાં બીજેપીને મજબૂત કરી અને વર્ષ 2008માં જીતીને બીજેપી સરકાર બનાવી.
વર્ષ 2006 માં યેદિયુરપ્પાએ જીડીએસ સાથે મળીને કર્ણાટકમાં સરકાર બનાવી હતી, ગઠબંધનની શરત એ હતી કે પહેલા એચડી કુમારસ્વામી સીએમ બનશે પછી યેદિયુરપ્પા. પણ વર્ષ 2007 માં જ્યારે યેદિયુરપ્પાનો નંબર આવ્યો તો કુમારસ્વામીએ ખુરશી ના છોડી.
યેદિયુરપ્પા અત્યારે ત્રીજીવાર મુખ્યમંત્રીની ગાદી પર બેસતા પહેલા બે વાર ત્રણ વર્ષ બે મહિના સુધી સીએમ રહ્યાં હતા. પણ એકસમયે ગઠબંધનના સહયોગીએ સત્તા છીનવી લીધી તો ભ્રષ્ટાચારના આરોપે ખુરશી પરથી ઉતારી દીધા.
નવી દિલ્હીઃ યેદિયુરપ્પા કર્ણાટકમાં બીજેપીના દિગ્ગજ નેતા છે, 75 વર્ષની ઉંમરમાં પણ બીજેપીના બીએસ યેદિયુરપ્પાના તેવર યુવા નેતાઓ પર ભારે પડતાં દેખાઇ રહ્યાં છે. દમદાર ઇમેજ વાળા યેદિયુરપ્પા એકસમયે ચોખા મીલના ક્લાર્ક હતાં, પછી ખેડૂત નેતા બન્યા અને તેનાથી આગળ વધીને સાઉથમાં તે એવા કદાવર નેતા બની ગયા જેને બીજેપી માટે દક્ષિણમાં બે-બે વાર સરકારનો દરવાજો ખોલ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -