સૌથી ઉંચી સરદારની મૂર્તિના દીદાર કરવા તમારા ખિસ્સામાંથી ખર્ચવા પડશે આટલા રૂપિયા, જાણો કેટલી મોંઘી છે ટિકીટ
સરદાર વલ્લભભાઇ પટેલની આ મૂર્તિમાં 4 ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વર્ષો સુધી કાટ નહીં લાગે. સ્ટેચ્યૂમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ત્યાંથી સરદાર સરોવર ડેમ પણ દેખાશે. અહીં લિફ્ટના સ્થાન પર તમને સરદાર સરોવર ડેમનો નજારો દેખાશે અને વાદીઓ જોવા મળશે. આ મૂર્તિ સુધી તમને નાવડી દ્વારા પહોંચવું પડશે અને આનો નજારો કરવા માટે તમારે 300 રૂપિયા ફી ચૂકવવી પડશે. મૂર્તિ નિર્માણ માટે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ઓક્ટોબર 2014માં લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને ઠેકો આપવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે, આના નિર્માણમાં લગભગ 3000 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.
5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રીક રિઇન્ફોર્સમેન્ટ બાર્સથી બનેલી મૂર્તિમાં લેસર લાઇટિંગ લાગશે, જે આની રોનક હંમેશા માટે જાળવી રાખશે. આની નીચે એક મ્યૂઝિયમ પણ છે. મૂર્તિમાં બે લિફ્ટ છે, જે છાતી સુધી જશે, જ્યાં તમે ગેલેરી અને બહારના દ્રશ્યનો લ્હાવો લઇ શકશો.
માનવામાં આવે છે કે, આ પ્રતિમાને જોવા માટે દેશ અને દુનિયામાંથી લાખો લોકો આવશે, આના કારણે આસપાસના પરિસરને ટૂરિસ્ટ સ્પૉટ બનાવવાની પણ વ્યવસ્થા છે. આ માટે મૂર્તિના 3 કિલોમીટર દુર એક ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે, જ્યાં તમે રાત્રે રોકાઇ પણ શકશો.
આ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ છે, જેની સામે 120 મીટર ઉંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ મૂર્તિ અને 90 મીટર ઉંચી ન્યૂયોર્કની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પણ બહુજ નાની લાગે છે. આની ઉંચાઇ 182 મીટર છે. આના માટે ભારતીય અને ચીની મજૂરોએ સાથે મળીને કામ કર્યુ છે.
નવી દિલ્હીઃ 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતી છે અને આ વખતે જયંતી ખાસ હશે. આ દિવસે વડાપ્રધાન મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરશે. આ વિશ્વનની સૌથી ઉંચી પ્રતિમા છે.