મુંબઈઃ બોલીવુડની ‘ચાંદની’ શ્રીદેવી અહીંયા થશે પંચતત્વમાં વિલીન, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર એક્ટ્રેસના દુબઈમાં થયેલા નિધન બાદ સોમવારે તેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. જે મુજબ શ્રીદેવી સાથે આ દુર્ઘટના થઈ તે સમયે તેણે શરાબનું સેવન કર્યું હતું અને નશામાં હોવાના કારણે તેને ચક્કર આવ્યા અને બેલેન્સ ગુમાવીને તે બાથટબમાં પડી ગઈ હતી.
શ્રીદેવીના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. અંતિમ યાત્રા પહેલા મુંબઈ પોલીસની ટીમ અને બીએમસીના અધિકારીઓ અહીં તહેનાત કરી દેવામાં આવ્યા છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચે તેની રાહ જોવામાં આવી રહી છે.
શ્રીદેવીને સફેદ રંગ ખૂબ પસંદ હતો. તેથી તે ફિલ્મોમાં પણ મોટાભાગે સફેદ રંગના કપડામાં જોવા મળી હતી. આ સફેદ રંગ હવે તેની અંતિમ વિદાયમાં પણ જોવા મળશે. શ્રીદેવીની ઈચ્છા હતી કે તેની અંતિમ વિદાયમાં બધુ સફેદ રંગનું હોવું જોઈએ. તેની આ ઇચ્છા પૂરી કરવામાં કોઈ કમી ન રહી જાય તે માટે શ્રીદેવીના નિવાસ સ્થાને સફેદ ફૂલોનો પણ ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં શ્રીદેવીના પાર્થિવ દેહને જ્યાં રાખવામાં આવશે તે બંગલાના મેઇન ગેટને સફેદ કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો છે.
મુંબઈઃ 18 ફેબ્રુઆરીએ જ્યારે શ્રીદેવી મુંબઈથી દુબઈ ગઈ હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેનો પાર્થિવ દેહ મુંબઈ આવશે. મુંબઈમાં તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરી કરવામાં આવી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -