ઐયર પહેલાં આ નેતાઓ પણ મોદી પર આપી ચુક્યા છે વિવાદિત નિવેદન
સોનિયા ગાંધીઃ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે સભાને સંબોધન દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. પરંતુ મોદીએ આ શબ્દ પકડીને ચૂંટણી સભાઓ ગજવી અને મોદી મોતના નહીં પણ મતના સોદાગર સાબિત થયા હતા. આ ઉપરાંત 2014માં કર્ણાટકના ગુલબર્ગામાં એક સભાને સંબોધતા તેણે કહ્યું કે, ઝેરની ખેતી કરતાં હોય તેવા લોકોને તમે સ્વીકારશો નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેણુકા ચૌધરીઃ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ નરેન્દ્ર મોદીને વાયરસ જેવા ગણાવ્યા હતા.
જયરામ રમેશઃ વર્ષ 2013માં કોંગ્રેસ નેતા જયરામ રમેશે નરેન્દ્ર મોદીની તુલના ભસ્માસુર સાથે કરી હતી. રમેશે કહ્યુ હતું કે, મોદી તેના જ ગુરુ અડવાણીને ખાઇ ગયા.
અર્જુન મોઢવાડિયાઃ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા અર્જુન મોઢવાડિયાએ ઓક્ટોબર 2012માં ચૂંટણી સભાને સંબોધતા નરેન્દ્ર મોદીની તુલના વાંદરા સાથે કરી હતી. તેણે કહ્યું હતું કે, મોદી રેબિઝથી પીડિત છે.
આનંદ શર્માઃ ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં કોંગ્રેસ નેતા આનંદ શર્માએ નરેન્દ્ર મોદીને અસ્વસ્થ માનસિકતાથી પીડિત વ્યક્તિ ગણાવ્યા હતા. શર્માએ કહ્યું કે, મોદીને લાગે છે કે તેમના આવ્યા પહેલાં ગુજરાત કે દેશણાં કંઈ થયું નથી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મણિશંકર ઐયર કરેલા નિવેદનને લઈ રાજકીય ગરમાવો આવી ગયો છે. ઐયરના નિવેદન બાદ કોંગ્રેસ પીછેહઢ કરવી પડી અને મણિશંકરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ઐયરની માફી માંગવા કહ્યું હતું. કોંગ્રેસ નેતાઓ દ્વારા મોદી પર પ્રથમ વખત આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ગોધરકાંડને લઈ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. મણિશંકર ઐયરઃ ગુરુવારે ઐયરે મોદીને 'નીચ' કહ્યાં બાદ ભાજપે આ શબ્દને મુદ્દો બનાવી નિવેદનોનું વાવાઝોડું લાવી દીધુ. ઐયરે કરેલા નિવેદન બાદ વિવાદ વધી જતાં તેણે પાછળથી માફી પણ માંગી હતી. 2014 લોકસભા ચૂંટણી પહેલા ઐયરે કહ્યું હતું કે, 'મોદી ક્યારેય વડાપ્રધાન નહીં બને, નહીં બને અને નહીં બને. તેઓ અહીં આવીને ચા વેંચવા ઈચ્છે તો અમે તેમને જગ્યા આપી શકીએ છીએ.' પછી ભાજપના ઈલેક્શન કેમ્પેઈનની દિશા બદલાઈ ગઈ હતી. મોદીએ 'ચાય પે ચર્ચા' કેમ્પેઈન શરૂ કરીને પોતાની રેલીઓમાં મુદ્દો ખૂબ ગજાવ્યો હતો અને પીએમ બન્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -