જાણો કોણ હતા ભય્યૂજી મહારાજ, મોદીથી લઈ શિવરાજ સુધીના હતા ખાસ
મર્સિડીઝ જેવી લક્ઝરી કારમાં ફરતા ભય્યૂજી મહારાજ રોલેક્સ બ્રાન્ડની ઘડિયાળા પહેરતા હતા. આલીશન ભવનમાં રહેતા હતા. તેઓ તલવારબાજી, ઘોડેસવારી અને ખેતીનું કામ પણ સારી રીતે કરી શકતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2011માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા અન્ના હજારેને મનાવવા માટે UPA સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. જે બાદ અન્નાએ જ્યૂસ પી પોતાનું અનશન તોડ્યું હતું.
ભય્યૂજી મહારાજનો મુખ્ય આશ્રમ ઈન્દોર સ્થિત બાપટમાં છે. સદગુરુ દત્ત ધાર્મિક ટ્રસ્ટ તેમના સાનિધ્યમાં સંચાલિત થાય છે. પોતાના ટ્રસ્ટની મદદથી તેઓ સ્કોલરશિપ આપતા હતા. કેદીઓના બાળકોને ભણાવતા હતા તેમજ ખેડૂતોને ખાદ્ય બીજ પણ નિઃશુલ્ક આપતા હતા.
ક્યારેય મોડલિંગ કરનારા ભય્યૂજી મહારાજને હાઇપ્રોફાઇલ સંત પણ કહેવાય છે. આ પાછળનું કારણ એ છે કે તેમનું દેશના અનેક દિગ્ગજ નેતાઓ સાથે સીધો સંપર્ક હતો.
2012માં સદભાવના ઉપવાસ દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાત બોલાવ્યાં હતા અને તેમના હાથે પારણા કર્યા હતા.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે, લતા મંગેશકર, આશા ભોંસલે, અનુરાધા પૌંડવાલ સહિત અનેક હસ્તિઓ તેના સંપર્કમાં હતી.
ઉદયસિંહ દેશમુખનો જન્મ શુજાલપુરમાં એક જમીનદાર પરિવારમાં થયો હતો. ગ્વાલિયરની ડો. આયુષી શર્મા સાથે સાત ફેરા લીધા બાદ તેઓ સમાચારમાં ચમક્યા હતા.
હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળીને ભય્યૂજી મહારાજે સંત નગરી પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.
ભય્યૂજી મહારાજને રાજકીય રીતે તાકાતવર સંત ગણવામાં આવતા હતા. 1986માં જન્મેલા ભય્યૂજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેશમુખ છે અને તેમના પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યાં છે.
ઇન્દોરઃ રાષ્ટ્રસંતનો દરજ્જો મેળવનારા ભય્યૂજી મહારાજે આજે કથિત રીતે મધ્ય પ્રદેશના ઇન્દોમાં પોતાની જાતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. થોડા મહિના પહેલા જ મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ સરકારે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -